બૅન્ક-સ્લિપમાં ભાઈએ પોતાની રાશિ કેમ લખી?

23 November, 2022 12:01 PM IST  |  Moradabad | Gujarati Mid-day Correspondent

બૅન્ક-સ્લિપમાં જોવા મળ્યું હતું કે વ્યક્તિ એ બૅન્કમાં ૧૦૦૦ રૂપિયા ડિપોઝિટ કરવા માગતો હતો.

ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ઇન્ડિયન બૅન્કની બ્રાન્ચની સ્લિપનો ફોટો

ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ઇન્ડિયન બૅન્કની બ્રાન્ચની એક સ્લિપનો ફોટો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ છે, કેમ કે આ બૅન્ક-સ્લિપમાં અમાઉન્ટની કૉલમમાં ‘તુલા રાશિ’ લખવામાં આવ્યું છે, કેમ કે હિન્દીમાં અમાઉન્ટ માટે ‘રાશિ’ શબ્દ લખવામાં આવ્યો હતો. આ બૅન્ક-સ્લિપમાં જોવા મળ્યું હતું કે વ્યક્તિ એ બૅન્કમાં ૧૦૦૦ રૂપિયા ડિપોઝિટ કરવા માગતો હતો.

offbeat news moradabad uttar pradesh