ભંગારમાંથી મળેલું આ પેઇન્ટિંગ પંચાવન કરોડ રૂપિયાનું છે એ ૬૨ વર્ષે ખબર પડી

04 October, 2024 06:53 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

ઇટલીના પોમ્પેઇના ભંગાર લે-વેચનું કામ કરતા વેપારી લુઇગી લો રોસોને ૧૯૬૨માં કેપ્રીના એક ઘરના ભોંયરામાંથી આ ચિત્ર મળ્યું હતું.

પેઇન્ટિંગ

માણસનાં તો નસીબ હોય જ છે પણ પેઇન્ટિંગ્સનાં પણ નસીબ હોય છે એવું આજે જોવા મળ્યું. ઇટલીમાં ૧૯૬૨માં ભંગારમાંથી મળેલું પેઇન્ટિંગ મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોનું છે અને અત્યારે એની કિંમત પંચાવન કરોડ રૂપિયા છે એની ૬૨ વર્ષે ખબર પડી. ઇટલીના પોમ્પેઇના ભંગાર લે-વેચનું કામ કરતા વેપારી લુઇગી લો રોસોને ૧૯૬૨માં કેપ્રીના એક ઘરના ભોંયરામાંથી આ ચિત્ર મળ્યું હતું. પત્નીને એ ચિત્ર સહેજ પણ નહોતું ગમતું પણ મૂળ ભંગારનો વેપારી હતો એટલે તેણે એ પેઇન્ટિંગ ઘરમાં ટિંગાડી રાખ્યું. વર્ષો પછી તેના દીકરા લો રોસોએ ઍન્ડ્રિયામાં આર્ટ હિસ્ટરી ભણ્યો અને તે આ ચિત્રને ઓળખી ગયો અને પિકાસોની સિગ્નેચર પણ ઓળખી ગયો. વેપારીએ ત્યાંના જાણીતા આર્ટ ક્યુરેટર મોરિઝિયો સેરાસિનીનો સંપર્ક કર્યો અને અર્કાડિયા ફાઉન્ડેશનની વૈજ્ઞાનિક સમિતિના સભ્ય ગ્રાફોલૉજિસ્ટ સિંઝિયા અલ્ટિએરીએ સર્ટિફિકેટ આપી દીધું કે આ ચિત્ર અને સહી પિકાસોનાં જ છે.

italy europe international news news offbeat news rome