26 April, 2025 10:12 AM IST | phillippines | Gujarati Mid-day Correspondent
આઠ ફુટના બલૂનમાં શખ્સ
ફિલિપીન્સના મનીલામાં ટ્રાફિકના ધુમાડા અને ઇન્ડસ્ટ્રિયલ કેમિકલના ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે ત્યારે સ્થાનિક ઍક્ટર સોલિમન ક્રુઝે ઍર પૉલ્યુશન બાબતે જાગૃતિ લાવવા પબ્લિકપ્લેસ પર એક બલૂન લઈને પ્રોટેસ્ટ કર્યો હતો. ઍક્ટર સૂટબૂટમાં સજ્જ થઈને આઠ ફુટના બલૂનમાં ઊભો રહી ગયો છે અને ચોતરફથી લોકો પ્રદૂષણથી પ્રતાડિત થયેલા હોવાથી
માસ્ક પહેરીને એ બલૂનની સ્વચ્છ હવા લેવા માટે પડાપડી કરી રહ્યા છે.