07 August, 2025 06:56 AM IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent
સોશિયલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ઇન્ડિગો ફ્લાઇટમાં ચઢતા પહેલા, મુસાફર ઍરપોર્ટ પર પોતાના સામાનનું વજન કરાવે છે. જ્યાં તેના સામાનનું વજન અંદાજિત વજન કરતા વધુ હોય છે. આવી સ્થિતિમાં, તે સોશિયલ મીડિયા પર પોતાના ટિકિટ અને સામાન કાઉન્ટરની તસવીર પોસ્ટ કરીને ઇન્ડિગોના વજન મશીનો પર સવાલ ઉઠાવે છે. તે એવો પણ દાવો કરે છે કે જ્યારે તેણે પહેલા વજન માપ્યું હતું, ત્યારે તે ઓછું હતું.
સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતાં જ લોકોએ ખૂબ કમેન્ટ્સ કર્યા. યુઝર્સે કમેન્ટ સેક્શનમાં ઍરલાઇન સામે કાર્યવાહી કરવાનું કહ્યું. પરંતુ ઇન્ડિગોએ આ પોસ્ટ જોતાં જ તેનો જવાબ આવ્યો. કંપનીએ પોતાના જવાબમાં વજન મશીન પર તે વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા છે.
@ShivrattanDhil1 એ X પર બે તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, "IndiGo ના સૌથી મોટા, અદ્રશ્ય કૌભાંડોમાંનું એક તેમના ચેક-ઇન કાઉન્ટર પર સ્થાપિત વજન મશીન છે જેનો મેળ ખાતો નથી." યુઝરે આગળ લખ્યું, "ગઈકાલે, ગોવાથી ચંદીગઢ જતી ફ્લાઇટ 6E724 માં ચઢતા પહેલા, મારી બેગમાં એક બેલ્ટ પર 18 કિલો, બીજા પર 16 કિલો અને ત્રીજા પર 15 કિલો વજન દેખાયું."
રતને આગળ કહ્યું કે જ્યારે મેં આ તફાવત અંગે પ્રશ્ન કર્યો, ત્યારે ઇન્ડિગોના સ્ટાફે ફક્ત જવાબ આપ્યો, `સાહેબ, મશીનમાં ખામી છે જે 15 કિલો દર્શાવે છે, સાચું વજન 18 કિલો છે.` ખરેખર? આ પાછળનો તર્ક શું છે? મારે વધારાના સામાન માટે ₹11,900 ચૂકવવા પડ્યા, જેમાં ફક્ત છત્રી રાખવા માટે ₹1,500 પણ સામેલ હતા!`
કૌભાંડ માટે જવાબ...
યુઝરે આગળ રસીદ નંબર ‘VYU6U-02, Z8GZTD-02’ શૅર કર્યો. તેણે લખ્યું કે પુષ્ટિ કરવા માટે, મેં મારી હોટેલમાં તે જ બેગનું વજન માપ્યું અને તે બરાબર 15 કિલો હતું, જે સાબિત કરે છે કે તેમના મશીનો વજનને 2-3 કિલો વધારીને દર્શાવે છે.
આ લૂંટથી કંઈ ઓછું નથી, અને મુસાફરોને કોઈ ખબર નથી. આ કૌભાંડ માટે ઇન્ડિગોને જવાબદાર ઠેરવવું જોઈએ.
ઇન્ડિગોનો જવાબ...
ઇન્ડિગોએ આ પ્રશ્નનો જવાબ આપ્યો અને લખ્યું કે `મિસ્ટર ધિલ્લોન, અમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. અમે તમને ખાતરી આપવા માગીએ છીએ કે બધા સામાન વજન મશીનોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે, નિયમિતપણે માપાંકિત કરવામાં આવે છે અને ઍરપોર્ટ અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે જેથી સચોટ રીડિંગ સુનિશ્ચિત થાય.
અમારી તપાસના ભાગ રૂપે, અમે ઍરપોર્ટ ટીમ સાથે મળીને આંતરિક સમીક્ષા પણ કરી હતી, અને તમારા ચેક-ઇન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોમાં કોઈ ખામી જોવા મળી ન હતી. તમારા અને તમારા સાથી મુસાફરો માટે કુલ ચેક-ઇન સામાન 3 મુસાફરો દ્વારા 52 કિલો હતો.
ઇન્ડિગોએ વધુમાં લખ્યું છે કે અમારી મુસાફરીની કન્ડિશન મુજબ, આ મર્યાદા કરતાં 7 કિલો વધુ હતું. જેના માટે લાગુ પડતો વધારાનો સામાન ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. અમે તમારી સમજણ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભારી છીએ.
કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરો...
ઍરલાઇન કંપની પર વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલા આરોપો જોયા પછી, લોકો સોશિયલ મીડિયા પર પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- `હું વજનની તુલના કરવા માટે પોર્ટેબલ ડિજિટલ સ્કેલ રાખું છું. એટલે જો કોઈ કંપની જૂઠું બોલવા કે લૂંટ ચલાવવાનો ઇરાદો ધરાવે છે, તો કંઈ કામ કરશે નહીં.` બીજાએ કહ્યું કે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરો. મોટાભાગના યુઝર્સ તે વ્યક્તિને કાર્યવાહીની પદ્ધતિઓ જણાવતા જોવા મળે છે.