28 April, 2025 11:49 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
વેઇટરોની રેસ
લગભગ નવ દાયકા પહેલાં શરૂ થયેલી રેસ્ટોરાંના વેઇટર્સની રેસનો શિરસ્તો ફ્રાન્સના પૅરિસ શહેરમાં આજે પણ ફ્રેન્ચ કલ્ચરનો અભિન્ન હિસ્સો બની રહ્યો છે. આ રેસમાં વિવિધ રેસ્ટોરાંના વેઇટર્સ એક ટ્રેમાં કૉફી, પાણી અને ક્રૉસોં નામની ફ્રેન્ચ પેસ્ટ્રી લઈને દોડે છે. એ રેસમાં તમે કયા નંબરે ફિનિશલાઇન પાર કરો છો એ મહત્ત્વનું નથી, પરંતુ દોડતી વખતે કૉફી કે પાણી ઢોળાવાં ન જોઈએ એ મહત્ત્વની શરત હોય છે. આ રેસ બહુ લાંબા અંતરની નથી, પરંતુ શહેરના મુખ્ય વિસ્તારોની ગલીઓમાં લોકો દોડે ત્યારે તેમને જોવા સેંકડો લોકો એકઠા થાય છે. વચ્ચે થોડાક સમય માટે આ રેસ થતી બંધ થઈ ગયેલી, પરંતુ ૨૦૧૧થી ફરીથી એની એ જ જોરશોરથી શરૂઆત થઈ ગઈ છે.