15 October, 2025 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બે બાળકો પંખાની હવા માટે મહેનત કરે છે. ઝૂંપડી જેવા ઘરમાં એક ટેબલ-ફૅન ચાલે છે અને બે બાળકો બે તરફ સૂતાં છે. બન્નેને પંખાનો પવન પોતાના તરફ આવે એવું જોઈએ છે, પણ પંખો ફરતો નથી. એટલે પહેલાં તો બન્ને થોડી-થોડી વારે પંખો પોતાના તરફ વાળે છે. જોકે વારંવાર ઊઠવાને કારણે ઊંઘ ડિસ્ટર્બ થતી હોવાથી એક છોકરો ઊઠે છે અને પોતે પહેરેલો લુઝ પાયજામો કાઢીને ચાલુ પંખાને પહેરાવીને પાયજામાનું નાળું પંખાની પાછળ બાંધી દે છે. એને કારણે પાયજામાના જે બે પગ છે એમાંથી પંખાની હવા નીકળે છે. એક પગમાંથી પોતાના તરફ અને બીજા પગમાંથી બાજુવાળા છોકરા તરફ પવન આવે છે. બસ, એ પછી બન્ને ઘસઘસાટ સૂઈ જાય છે. આ દેશી જુગાડ લોકોને બહુ ગમ્યો છે. @anujd4224 અકાઉન્ટ પર શૅર થયેલા આ વિડિયોની કૅપ્શનમાં લખાયું છે કે આ ટેક્નિક ભારતની બહાર ન જવી જોઈએ.