દોઢ વર્ષનોય નથી અને બની ગયો વિશ્વનો સૌથી નાની વયનો કલાકાર

25 May, 2024 01:52 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એસ-લિયામ હજી તો દોઢ વર્ષનો પણ નથી થયો અને તેણે હાથમાં પીંછી પકડીને ૨૦થી વધુ ચિત્રો દોરી નાખ્યાં છે.

એસ-લિયામ

ઘાનામાં એક બાળક કિલકારી કરવાની ઉંમરે ચિત્રકારીમાં એવો લીન થઈ ગયો છે કે તેની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સે પણ નોંધ લીધી છે. માત્ર એક વર્ષ અને ૧૫૨ દિવસનો એસ-લિયામ નામનો છોકરો વિશ્વનો સૌથી નાની વયનો મેલ આર્ટિસ્ટ બની ગયો છે. એસ-લિયામ હજી તો દોઢ વર્ષનો પણ નથી થયો અને તેણે હાથમાં પીંછી પકડીને ૨૦થી વધુ ચિત્રો દોરી નાખ્યાં છે. આમાંથી નવ પેઇન્ટિંગ ઘાના એક્ઝિબિશનમાં વેચાયાં હતાં. આ બાળકે અત્યંત નાની ઉંમરે વૈશ્વિક સ્તરે ઓળખ બનાવી છે એટલે સ્થાનિક સમુદાયના લોકો અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે. એસ-લિયામની મમ્મી પણ એક આર્ટિસ્ટ છે જેણે દીકરાને છ મહિનાની ઉંમરે પેઇન્ટિંગ માટે પ્રોત્સાહન આપ્યું હતું. ભાંખોડિયાં ભરતાં-ભરતાં એસ-લિયામે ‘ધ ક્રૉલ’ નામનું પહેલું માસ્ટરપીસ બનાવ્યું હતું. આ બાળક માટે ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ અભિવ્યક્તિનું માધ્યમ બની ગયું છે જે તેની આજુબાજુની દુનિયાના રંગો, આકાર અને તેના મૂડને દર્શાવે છે. 

offbeat news washington guinness book of world records