લગ્નમાં વધૂએ નાકની નથણી માસ્કની ઉપર લટકાવી

09 May, 2021 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલાઓના દાગીના પહેરવાના અને શણગારના શોખને સંતોષવા તેમ જ પોઝિશનમાં પંક્ચર ન પડે એની તકેદારી માટે ઍડ્જસ્ટમેન્ટ કે જુગાડના ઉદાહરણરૂપે ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ)ના અમલદાર દીપાંશુ કાબ્રાએ સોશ્યલ મીડિયા પર એક લગ્નસમારંભનો ફોટોગ્રાફ ૭ મેએ શૅર કર્યો હતો

મહિલાએ નાકની નથણી માસ્કની ઉપર લટકાવી હતી

મહિલાઓના દાગીના પહેરવાના અને શણગારના શોખને સંતોષવા તેમ જ પોઝિશનમાં પંક્ચર ન પડે એની તકેદારી માટે ઍડ્જસ્ટમેન્ટ કે જુગાડના ઉદાહરણરૂપે ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ)ના અમલદાર દીપાંશુ કાબ્રાએ સોશ્યલ મીડિયા પર એક લગ્નસમારંભનો ફોટોગ્રાફ ૭ મેએ શૅર કર્યો હતો. એ તસવીરમાં ગુલાબી રંગની સાડી પહેરેલી મહિલાએ તેનાં બધાં ઘરેણાં પહેર્યાં હતાં. કોરોના રોગચાળાના માહોલમાં માસ્ક પહેરવો અનિવાર્ય હોવાથી એ પણ પહેર્યો હતો. એમાં મુશ્કેલી એવી હતી કે નાકની નથણી માસ્કમાં છુપાઈ જતી હતી. તેથી એ મહિલાએ નથણી માસ્કની ઉપર લટકાવી હતી. તેમણે એ તસવીરની નીચે કૅપ્શન લખી હતી કે ‘જ્વેલરી જુગાડ, લેવલ સુપરઅલ્ટ્રા પ્રો-મૅક્સ.’

offbeat news hatke news