આ જૂનાગઢનો નવાબ છે પ્રાણી પ્રેમી,ડૉગીના લગ્નમાં કર્યા કરોડો રૂપિયા ખર્ચ

29 April, 2020 05:25 PM IST  |  Junagadh | Gujarati Mid-day Online Correspondent

આ જૂનાગઢનો નવાબ છે પ્રાણી પ્રેમી,ડૉગીના લગ્નમાં કર્યા કરોડો રૂપિયા ખર્ચ

જૂનાગઢના નવાબ મહાબત ખાન

ભારતમાં રાજાઓ, મહારાજાઓ અને નવાબોની જીવનશૈલી હંમેશાં સમાચારોમાં રહે છે. રાજવાડા અને નવાબના વિચિત્ર શોખ માટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા. આ લોકોના શોખ અને એના માટે ખર્ચાયેલા પૈસા વિશે એવું કોઈ પણ નહીં હોય, જે આશ્ચર્ય નહીં થયું હોય. આજે વાત કરીએ જૂનાગઢના નવાબ, મહાબત ખાન વિશે, આ રાજાને કુતરાઓ પ્રત્યે ઘણો પ્રેમ હતો.

કુતરા પાળવાના શોખીન જૂનાગઢના નવાબ મહાબત ખાને આશરે 800 કુતરાઓ પાળ્યા હતા. એટલું જ નહીં, આ બધા કૂતરાઓ માટે અલગ રૂમ, નોકરો અને ટેલિફોનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જો કોઈ કૂતરો મરી જાય છે, તો તેને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા, અંતિમ યાત્રા સાથે શોક સંગીત પણ વગાડવામાં આવતું. જોકે નવાબ મહાબત ખાનને આ બધા કુતરાઓમાંથી સૌથી વધારે લગાવ એક ફીમેલ ડૉગી સાથે હતો, જેનું નામ રોશના હતું.

નવાબ મહાબત ખાનના આ શોખનો ઉલ્લેખ જાણીતા ઇતિહાસકારો ડૉમિનિક લોપિયર અને લેરી કોલિન્સ દ્વારા તેમની પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઈટ'માં પણ કરવામાં આવ્યો છે. મહાબત ખાને રોશનાના લગ્ન બૉબી નામના કૂતરા સાથે કર્યા હતા, આ લગ્નમાં નવાબે આજની કિંમત પ્રમાણે 2 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. રોશનાના લગ્ન એક રાજાશાહી જેવા જ ઘણા ધૂમધામથી કરવામાં આવ્યા હતા.

લગ્ન દરમ્યાન રોશનાએ સુવર્ણ માળા, બંગડી અને મોંઘા વસ્ત્રો પહેર્યા હતા. નવાબ મહાબત ખાન દ્વારા આયોજિત આ લગ્નમાં લગભગ દોઢ લાખથી વધારે મહેમાન સામેલ થયા હતા. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

gujarat junagadh offbeat news hatke news