માત્ર 11 રૂપિયા માટે પિતા દીકરીને રેસ્ટોરાંમાં ગીરવી મૂકીને ગયો

16 April, 2019 09:39 AM IST  |  દક્ષિણ ચીન

માત્ર 11 રૂપિયા માટે પિતા દીકરીને રેસ્ટોરાંમાં ગીરવી મૂકીને ગયો

પિતાએ દીકરી માત્ર 11 રૂપિયા માટે રેસ્ટોરાંમાં ગીરવી મૂકીને

દક્ષિણ ચીનના ફોશાન શહેરમાં એક ભાઈ દીકરીને લઈને રેસ્ટોરાંમાં જમવા ગયા. તેમણે નૂડલ્સનો ઑર્ડર આપ્યો જેની કિંમત હતી ૬ યુઆન એટલે કે લગભગ ૬૨ રૂપિયા. જમવાનું પતાવીને તેણે ખિસ્સાં ફંફોસ્યાં તો એમાંથી પાંચ યુઆન (લગભગ ૫૧ રૂપિયા) જ નીકળ્યા. તેણે પાંચ યુઆન ચૂકવી દીધા અને પોતે એક યુઆન લઈને આવે ત્યાં સુધી પોતાની દીકરીને અહીં રાખી મૂકો એમ કહીને ત્યાંથી ચાલતી પકડી લીધી. દીકરી રડતી-રડતી તેની પાછળ જાય છે તો તેને ધમકાવીને પાછી રેસ્ટોરાંમાં મોકલી દે છે. પપ્પા જતા રહ્યા એ જોઈને દીકરી ભેંકડો તાણે છે. રેસ્ટોરાંનો સ્ટાફ તેને કિચનમાં લઈ જાય છે અને સોયા મિલ્ક તેમ જ ચૉકલેટ્સ આપીને શાંત પાડવાની કોશિશ કરે છે. એક યુઆન લેવા ગયેલો દીકરીનો પિતા ખાસ્સી વાર પછી પણ પાછો નથી આવતો ત્યારે રેસ્ટોરાંના માલિકને લાગે છે કે આ ભાઈ દીકરીને ગીરવી મૂકવાના બહાને છોડીને ભાગી ગયો લાગે છે. શંકાના આધારે માલિક પોલીસને ફોન કરે છે અને પોલીસ પણ દીકરીને મૂકી ગયેલા પિતાની શોધ ચલાવે છે.

આ પણ વાંચો : આ રીંછ છેલ્લાં 15 વર્ષથી જેલમાં છે, તેને થઈ છે આજીવન કેદની સજા

પોલીસના હાથે ભાઈસાહેબ પકડાય છે ત્યારે તે પોલીસને આ મામલામાં ઇન્વૉલ્વ કરવા બદલ ઊલટાનો માલિક પર ચડી બેસે છે. પોલીસને આપેલા બયાનમાં ભાઈસાહેબ ફરી ફરીને એક જ વાત દોહરાવે છે કે તે રેસ્ટોરાંને આપવાનો એક યુઆન લેવા જ ગયેલો, પરંતુ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર ડિસ્ચાર્જ થઈ ગયું હોવાથી એને ચાર્જ કરવા માટે તેને કલાકો લાગ્યા હતા. પોલીસે તો આ વાત માની લીધી, પણ સોશ્યલ મીડિયામાં ૧૧ રૂપિયા ખાતર દીકરીને ગીરવી મૂકી દેનારા બાપને જબરદસ્ત વખોડવામાં આવ્યો છે.

china offbeat news hatke news