લ્યો બોલો, હૅન્ગઓવર ઉતારવા માટે યુવક ચાલતો ફ્રાન્સ પહોંચી ગયો

17 October, 2019 10:15 AM IST  |  ફ્રાન્સ

લ્યો બોલો, હૅન્ગઓવર ઉતારવા માટે યુવક ચાલતો ફ્રાન્સ પહોંચી ગયો

હૅન્ગઓવર ઉતારવા માટે આ યુવક ચાલતો ફ્રાન્સ પહોંચી ગયો

દારૂના નશામાં વ્યક્તિ શું કરી બેસે છે એની તેને પોતાને ખબર નથી હોતી. ભાગ્યે જ દારૂ પીધા પછી વ્યક્તિ કંઈક સારું કામ કરી શકતી હોય છે. બ્રિટનના ચેસ્ટર શહેરમાં રહેતો વીસ વર્ષનો બાર્ને રુલ દારૂ પીધા પછીનો હૅન્ગઓવર ઉતારવા માટે ચાલવા જવાનું વિચાર્યું. થોડા જ કલાકોમાં હૅન્ગઓવર તો ઊતરી ગયો પણ એ પછીયે તેને ચાલવામાં એટલી મજા આવવા લાગી કે તેણે મહિના સુધી ચાલવાનું ચાલુ રાખ્યું. એ પણ તેણે પોતાના શહેરથી દૂરને દૂર જ જવાનું ચાલુ રાખ્યું. તે જ્યારે દારૂ પીવા ગયેલો ત્યારે તેની બૅકપૅકમાં ટૅન્ટ હતો અને બારમાં પાર્ટટાઇમ કામ કરીને કમાયેલી થોડીક મૂડી હતી. એક મહિનામાં ૮૦૦ કિલોમીટર દૂર ચાલીને તે ફ્રાન્સના પૅરિસ શહેર સુધી પહોંચી ગયો હતો. રોજના ૩૨ કિલોમીટર ચાલતો અને થાકે ત્યાં ટૅન્ટ ખોલીને સૂઈ જતો. હવે તેણે વિચાર્યું છે કે સ્પેન સુધી ચાલતાં જવું અને પછી ચાલવાની આ સફર પૂરી કરવી.

આ પણ વાંચો : 75 વર્ષનાં માજીએ આપ્યો દીકરીને જન્મ, 600 ગ્રામની છે બાળકી

હૅન્ગઓવર દરમ્યાન એક રાતમાં ૨૧ કિલોમીટર ચાલી લીધા પછી તેને એટલી મજા આવી કે તેણે મનમાં ગાંઠ વાળી લીધી કે હવે થોડાક દિવસ ચાલતાં રહીને જે નવો અનુભવ થાય છે એ માણવો છે. હવે તે પોતાની રોડ ટ્રિપમાં થયેલા અનુભવો પર બુક લખી રહ્યો છે. ટ્રિપ દરમ્યાન તેણે રસ્તામાં ફ્રેન્ચ અને સ્પૅનિશ ભાષા શીખી હતી.

france offbeat news hatke news