શ્રીનગરના યુવકની સ્નો કાર વાઇરલ

22 January, 2020 09:17 AM IST  |  Srinagar

શ્રીનગરના યુવકની સ્નો કાર વાઇરલ

સ્નો કાર

કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ઝુબેર અહમદ નામના યુવકે રસ્તા પર બનાવેલી સ્નો કાર જોવા શહેરના લોકો ઉપરાંત દૂર-દૂરના લોકો પહોંચી રહ્યા છે. બાળપણથી લલિત કળાનો શોખીન ઝુબેર બરફની અવનવી કળાકૃતિઓના સર્જન માટે પ્રયત્નશીલ છે. શિયાળુ બરફની મોટરકાર બનાવવામાં ઝુબેરને મિત્રોએ પણ મદદ કરી છે. ઝુબેરને જો સાધનો અને સહાય મળે તો તે બરફનો તાજમહેલ પણ બનાવવા ઉત્સુક છે. કાશ્મીર ખીણ પ્રદેશમાં ૨૧ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી ભારે હિમવર્ષા થાય છે. એ દિવસો સ્થાનિક ભાષામાં ચિલ્લે કલાં નામે ઓળખાય છે.

આ પણ વાંચો : પત્નીના 6000 ફેસબુક ફૉલોઅર્સ જોઈ શંકામાં અંધ પતિએ પત્નીની કરી હત્યા

ફેબ્રુઆરી મહિના દરમ્યાન પણ સારા પ્રમાણમાં હિમવર્ષા થાય છે. તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં થીજેલા ઘટ્ટ બરફમાં શિલ્પો કંડારી શકાય છે.

srinagar kashmir offbeat news hatke news