મેટ્રો ચાલુ હૈ દોસ્ત, જા જી લે અપની ઝિંદગી

13 June, 2021 10:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં છેલ્લે ટ્રેનમાં રવાના થતા પ્રેમી (શાહરુખ ખાન) રવાના થાય છે ત્યારે રેલવે-સ્ટેશને જબરો ઇમોશનલ સીન ક્રીએટ થયો હોય છે.

દિલ્હી મેટ્રો

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં છેલ્લે ટ્રેનમાં રવાના થતા પ્રેમી (શાહરુખ ખાન) રવાના થાય છે ત્યારે રેલવે-સ્ટેશને જબરો ઇમોશનલ સીન ક્રીએટ થયો હોય છે. શાહરુખ સાથે જવાની સિમરન (કાજોલ)ને છૂટ આપતા તેના પિતા (અમરીશ પુરી) કહે છે, ‘જા ​સિમરન, જી લે અપની ઝિંદગી’ જે રીતે ‘શોલે’ તથા અન્ય ફિલ્મોના કેટલાક સંવાદો લોકોને મોઢે થઈ ગયા છે અને મજાક-મસ્તીમાં એ ડાયલૉગ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, એ રીતે  ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નો ‘જા ​સિમરન, જી લે અપની ઝિંદગી’ પણ મજાક-મસ્તી માટે ખૂબ વપરાય છે. 

તાજેતરમાં ‘દિલ્હી મેટ્રો’ની વેબસાઇટ પર એવો સંવાદ વાંચીને લોકોએ રમૂજ માણી હતી. દિલ્હીના એક યુવાને દિલ્હી મેટ્રોની વેબસાઇટ પર ટ્રેન સર્વિસ ચાલુ છે કે નહીં એનો સવાલ પૂછ્યો અને જે જવાબ મળ્યો એ ખૂબ રમૂજી હતો. યુવકે પૂછ્યું, ‘ક્યા વીક-એન્ડ પર મેટ્રો ચાલુ હૈ યા બંધ, કૃપયા ઝરૂર બતાયેં, ગર્લફ્રેન્ડ સે મિલના હૈ, નહીં મિલા તો બ્રેકઅપ પક્કા હો જાએગા.’ દિલ્હી મેટ્રો તરફથી અપાયેલો જવાબ રસપ્રદ હતો. તેમણે લખ્યું હતું, ‘મેટ્રો ચાલુ હૈ મેરે દોસ્ત, જા જી લે અપની ઝિંદગી.’ જોકે એ નાનકડા સંવાદ માટે પણ લોકોએ ઢગલાબંધ કમેન્ટ્સ લખી હતી. કોઈકે લખ્યું ‘આ માણસ મહાન છે.’ અને બીજાએ લખ્યું ‘યે સહી હૈ ગુરુ.’

offbeat news hatke news delhi delhi metro rail corporation