ભોપાલમાં ભારતનું પહેલું ઈ-વેસ્ટ ક્લિનિક શરૂ થશે

29 September, 2019 08:24 AM IST  |  ભોપાલ

ભોપાલમાં ભારતનું પહેલું ઈ-વેસ્ટ ક્લિનિક શરૂ થશે

ભોપાલમાં ભારતનું પહેલું ઈ-વેસ્ટ ક્લિનિક શરૂ થશે

આખી દુનિયા હવે કમ્પ્યુટર, લૅપટૉપ અને ઇલેક્ટ્રોનિક ગૅજેટ્સમય થવા લાગી છે એને કારણે જૂનાં ઇલેક્ટ્રોનિક સામાનના કચરાનો ખડકલો પણ ખૂબ વધી ગયો છે. આવા ઈ-વેસ્ટ માટે ભોપાલમાં ઈ-વેસ્ટ ક્લિનિક બનાવવામાં આવી રહી છે જ્યાં નકામા કમ્પ્યુટર, મોબાઇલ અને ચાર્જર જેવા ઈ-વેસ્ટનું પ્રોસેસિંગ કરવામાં આવશે. હાલમાં ત્રણ મહિનાનો આ પાયલટ પ્રોજેક્ટ છે જેના માટે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ભોપાલ નગર નિગમ વચ્ચે કરાર થયા છે.

જે ઈ-વેસ્ટનું પ્રોસેસિંગ સંભવ નહીં હોય એેવા કબાડમાંથી કંઈક જુગાડ કરવામાં આવશે અને એમાં કલાકૃતિઓ પણ બની શકે છે. ઈ-વેસ્ટ ક્લિનિક ચલાવનારું પહેલું શહેર ભોપાલ બનશે. આ ક્લિનિકમાં ભંગારરૂપે આવેલા ઈ-વેસ્ટના પાર્ટ્સ જુદા પાડીને એને રિસાઇકલ કરવામાં આવશે. એમાં વપરાયેલું પ્લાસ્ટિક પણ અલગ થશે અને જે મટીરિયલ કંઈ કામની નહીં હોય એમાંથી સજાવટની કલાકૃતિઓ બનાવવામાં આવશે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

હાલમાં ભોપાલના દરેક ઘરમાં ચાર કિલોથી વધુ ઈ-વેસ્ટ ભરેલો છે. દર વર્ષે આ શહેરમાં ૪૩૫ મેટ્રિક ટન ઈ-વેસ્ટ નીકળે છે અને દર વર્ષે એમાં ૧૨થી ૧૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. ભોપાલમાં ઈ-વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવા કે ભંગારવાળાને વેચી દેવા પર મોટી પેનલ્ટી અને જેલની સજાનું પણ પ્રાવધાન છે.

bhopal hatke news offbeat news