આ છે 18.8 ફુટ ઊંચું વિશ્વનું ટૉલેસ્ટ જિરાફ

31 July, 2020 07:09 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

આ છે 18.8 ફુટ ઊંચું વિશ્વનું ટૉલેસ્ટ જિરાફ

વિશ્વનું ટૉલેસ્ટ જિરાફ

કોઈ નૉર્મલ કરતાં વધુ ઊંચો હોય તો આપણે કહીએ છીએ કે આ તો જિરાફ જેવો ઊંચો છે, પણ જો જિરાફમાં પણ સૌથી ઊંચું કોઈ હોય તો એ કેટલું ઊંચું હોય? ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાં આવેલું ફૉરેસ્ટ નામનું જિરાફ સૌથી ઊંચું છે. આ વાતની જાહેરાત પ્રાણી સંગ્રહાલયની માલિકણ બિન્દી ઇરવિને સોશ્યલ મીડિયા પર કરી છે.

ઑસ્ટ્રેલિયાના ઝૂમાં રહેતું આ જિરાફ ૧૨ વર્ષનું છે અને હજી એની હાઇટ વધી જ રહી છે એટલે બની શકે કે થોડા સમયમાં એની હાઇટ હજી વધુ થાય અને પોતાનો જ કીર્તિમાન તે ખુદ તોડે. હાલમાં જીવિત જિરાફના વિશ્વમાં ફૉરેસ્ટને સૌથી ઊંચું ગણવામાં આવ્યું છે. આ ઝૂમાં જિરાફનું સંવર્ધન કરવામાં આવે છે. ફૉરેસ્ટ જિરાફ ૧૦ સંતાનોનો પિતા ઑલરેડી બની ચૂક્યું છે અને એનું એક બચ્ચું ટૂંક સમયમાં જન્મ લે એવી સંભાવના છે.

australia offbeat news hatke news