ઍરપોર્ટ પર અઢી લીટર દૂધ પી ગયા આ ચાઇનીઝ ભાઈ

16 April, 2019 09:16 AM IST  |  ઑસ્ટ્રેલિયા

ઍરપોર્ટ પર અઢી લીટર દૂધ પી ગયા આ ચાઇનીઝ ભાઈ

અઢી લીટર દૂધ પી ગયા આ ચાઇનીઝ ભાઈ

આપણે ઘણી વાર જોયું છે કે આપણે બહુ હોંશથી અમુક-તમુક ચીજો વિદેશથી લાવવા માટે ખરીદીએ છીએ પણ નિયમાનુસર એ લાવવાની પરવાનગી ન મળતાં એ ચીજો ઍરપોર્ટ પર જ છોડી આવવી પડે છે. ઑસ્ટ્રેલિયાના ઍરપોર્ટ પર આવી એક ઘટના ચાઇનીઝ ટૂરિસ્ટ સાથે બની હતી, પણ આ ટૂરિસ્ટ ભાઈએ આ ઘટનામાં જે કર્યું એ જબરું ચોંકાવનારું હતું. ઝેન્ગાઝુ નામના આ ભાઈ ઑસ્ટ્રેલિયાથી પોતાના વતન દૂધ લઈને આવવા માગતા હતા. એનું એક કારણ એ હતું કે ચીનની સરખામણીએ ઑસ્ટ્રેલિયામાં દૂધ સસ્તું મળતું હતું. તેણે ત્રણ લીટરનું દૂધનું કૅન ખરીદ્યું હતું. જોકે ઑસ્ટ્રેલિયન ઍરલાઇનના નિયમ અનુસાર કોઈ પણ યાત્રી પોતાની સાથે ૧૦૦ મિલીલીટરથી વધુ લિક્વિડ લગેજ પોતાની સાથે નથી લઈ જઈ શકતો.

આ પણ વાંચો : સ્વીડનની આ જેલને મળ્યો ઇકો-ફ્રેન્ડલી જેલનો ખિતાબ

જ્યારે ચેકિંગ-પૉઇન્ટ પર તેને આ નિયમની ખબર પડી ત્યારે તેની પાસે બે જ ઑપ્શન હતા, કાં તો તે એને એમ જ છોડી દે અને કાં તો એ દૂધ પી જાય. ભાઈસાહેબે બીજો વિકલ્પ પસંદ કર્યો. તેણે કૅન ખોલ્યું અને મોઢું માંડીને ગટગટાવવાનું શરૂ કર્યું. ઝેન્ગાઝુના ભાઈબંધે આ ઘટનાનો વિડિયો ઉતારી લીધો. ઝેન્ગાઝુ લગભગ અઢી લીટર જેટલું દૂધ પી ગયો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. જોકે આ કારનામું કર્યા પછી ફ્લાઇટમાં તેની શું હાલત થઈ હતી એની ખબર નથી.

australia offbeat news hatke news