નોકરિયાતોનો સ્ટ્રેસ ઘટાડવા માટે રસ્તા પર મુકાઈ રહી છે પન્ચિંગ બૅગ્સ

06 June, 2019 09:27 AM IST  |  ન્યુ યૉર્ક

નોકરિયાતોનો સ્ટ્રેસ ઘટાડવા માટે રસ્તા પર મુકાઈ રહી છે પન્ચિંગ બૅગ્સ

પન્ચિંગ બૅગ્સ

રોજીરોટી રળવાનું કામ હવે પહેલાં જેવું સરળ નથી રહ્યું. દરેક નોકરિયાતની‌ જિંદગીમાં માનસિક તાણ વધતી જ જાય છે. હજી ગયા મહિને જ થયેલા સર્વે મુજબ અમેરિકાના નોકરિયાતોમાં મેન્ટલ સ્ટ્રેસનું પ્રમાણ સૌથી વધુ હોવાનું જણાયું હતું. અહીંના પ્રોફેશનલ્સમાં ગુસ્સો, ડર અને ચિંતા વધી રહી છે. આ સર્વે પછી ન્યુ યૉર્કના એક ડિઝાઇન સ્ટુડિયોએ કર્મચારીઓને સ્ટ્રેસમુક્ત રાખવા માટે અનોખો જુગાડ શોધ્યો છે. તેમણે રસ્તા પર ઠેર-ઠેર પન્ચિંગ બૅગ મૂકી દીધી છે. નોકરીએ આવતા-જતા લોકો આ બૅગ પર મુક્કા મારીને પોતાનો ગુસ્સો, અકળામણ અને તાણ ઠાલવી શકે છે.

આ પણ વાંચો : સદીઓ જૂનું ચેસનું આ મહોરું 8.7 કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

ડોન્ટ ટેક ‌ધિસ રૉન્ગ વે નામની ડિઝાઇન કંપની આ કન્સેપ્ટ દ્વારા કહેવા માગે છે કે લોકોને પોતાની મનમાં ભરાયેલી લાગણીઓને જાહેરમાં વ્યક્ત કરવાની અનુમતિ આપવી જોઈએ. નવાઈની વાત એ છે કે રસ્તામાં પીળા રંગની આકર્ષક પન્ચિંગ બૅગ જોઈને યંગસ્ટર્સથી લઈને વૃદ્ધો પણ મુક્કાબાજી કરી લઈને હળવા થઈ જાય છે.

new york offbeat news hatke news