250 કિલોની લાકડાની ફાઉન્ટન પેન બનાવી છે કર્ણાટકના મિસ્ત્રીએ

06 September, 2019 09:15 AM IST  |  કર્ણાટક

250 કિલોની લાકડાની ફાઉન્ટન પેન બનાવી છે કર્ણાટકના મિસ્ત્રીએ

250 કિલોની લાકડાની ફાઉન્ટન પેન બનાવી છે કર્ણાટકના મિસ્ત્રીએ

ફાઉન્ટન પેન હવે ભુલાઈ રહી છે ત્યારે એની યાદમાં કર્ણાટકના સુથારે એક જાયન્ટ પેન બનાવી છે. અવિનહલ્લી ગામના કૃષ્ણામૂર્તિએ લાકડામાંથી ૧૯.૫ ફુટ લાંબી ફાઉન્ટન પેન બનાવી છે જેનું વજન લગભગ ૨૫૦ કિલો છે.

વજન અને સાઇઝને કારણે આ પેન કૃષ્ણામૂર્તિના ગામમાં જોણું બની ગઈ છે. હવે તો આસપાસથી લોકો એ જોવા આવે છે. કૃષ્ણામૂર્તિભાઈ વર્ષોથી લાકડાની પેન બનાવવાનું કામ કરે છે. આ પેનમાં સૌથી વધુ ફાઉન્ટન પેન બનાવવી તેમને ગમતી.

આ પણ વાંચો : ગરોળીએ બીજી ગરોળીને કહ્યું, તને પડવા નહીં દઉં, મૈં હૂં ના!

જોકે હવે એ ક્લાસિક પેન વપરાતી ન હોવાથી મિસ્ત્રીભાઈએ જૂની યાદને હંમેશ માટે યાદગાર બનાવવા માટે ૨૫૦ કિલોગ્રામની પેન બનાવી છે. તેમણે આ પેનની વિગતો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે પણ મોકલી છે જોકે એ રેકૉર્ડ છે કે કેમ એ હજી ખબર નથી.

karnataka offbeat news hatke news