ડોનલ્ડ ટ્રમ્પના જન્મદિવસે 6 ફુટનું પૂતળું બનાવીને દૂધથી અભિષેક કર્યો

24 June, 2019 09:54 AM IST  |  તેલંગણા

ડોનલ્ડ ટ્રમ્પના જન્મદિવસે 6 ફુટનું પૂતળું બનાવીને દૂધથી અભિષેક કર્યો

ડોનલ્ડ ટ્રમ્પના જન્મદિવસે 6 ફુટનું પૂતળું બનાવીને દૂધથી અભિષેક કર્યો

અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા ભારતીયોને બચાવવા માટે તેલંગણના ૩૨ વર્ષના એક ક્રિષ્ના નામના ખેડૂતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું છ ફુટનું પૂતળું બનાવીને એને દૂધનો અભિષેક કર્યો હતો. પહેલી નજરે એવું જ લાગે કે ક્રિષ્નાભાઈ ટ્રમ્પના ફૅન હોવા જોઈએ. લોકો જેના ફૅન હોય તેને માટે કંઈ પણ કરતાં અચકાતા નથી. કદાચ એટલે જ ક્રિષ્ણાએ ડોનલ્ડ ટ્રમ્પના જન્મદિવસે ખાસ ૧.૩ લાખ રૂપિયાનું પૂતળું બનાવીને એને દૂધનો અભિષેક કરીને નવડાવ્યું હતું. આ કંઈ એક વારની વાત નથી. તેઓ ટ્રમ્પ માટે દર શુક્રવારે ઉપવાસ પણ રાખે છે.

જનગાંવ જિલ્લાના રહેવાસી ક્રિષ્નાએ ૧૪ જૂને પ્રેસિડન્ટ ટ્રમ્પનો ૭૩મો જન્મદિવસ ઊજવ્યો ત્યારે અનેક નાટકો કર્યાં હતાં. મંડપ બનાવીને એના પર ‘જય જય ટ્રમ્પ’ના નારાવાળાં પોસ્ટર્સ પણ લટકાવ્યાં હતાં. ભાઈસાહેબનું કહેવું છે કે પોતે ટ્રમ્પના ફૅન છે અને મરશે ત્યાં સુધી રહેશે. તેણે ઘરમાં મંદિર બનાવ્યું છે એમાં પણ ટ્રમ્પનો ફોટો મૂક્યો છે. રોજ તે આ ફોટોને તિલક કરીને ફૂલ ધરીને એની પૂજા પણ કરે છે.

આ પણ વાંચો : એક ધાબેથી બીજા ધાબે કૂદકો મારતાં છત તૂટીને ફ્રી-રનર કોઈકના ઘરમાં પડ્યો

ટ્રમ્પ પાછળ ગાંડા થવા પાછળની ક્રિષ્નાની કહાણી પણ રસપ્રદ છે. ૨૦૧૭માં તેલંગણના શ્રીનિવાસ નામના એક ભાઈ કૅન્સસ શહેરમાં હેટ ક્રાઇમને કારણે અમેરિકન નેવી દ્વારા થયેલા ગોળીબારમાં મત્યુ પામ્યા હતા. શ્રીનિવાસ સૉફ્ટવેર એન્જિનિયર હતો અને નોકરી માટે અમેરિકા ગયો હતો. ક્રિષ્નાનું કહેવું છે કે ‘હું ટ્રમ્પને પ્રેમભાવ બનાવીને કહેવા માગું છું કે ભારતીયો તમને પસંદ કરે છે. અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા ભારતીયોને તમારી મદદની જરૂર છે. મેં શ્રીનિવાસના મૃત્યુ પછી જ ટ્રમ્પની પૂજા કરવાનું શરૂ કરી દીધું છે અને મને આશા છે કે એક દિવસ મારી યાચના તેમના કાન સુધી અવશ્ય પહોંચશે.’

telangana offbeat news hatke news