અદ્વિતીય ભારતની સુંદરતાની ઝાંકી

05 October, 2022 10:01 AM IST  |  Rudraprayag | Gujarati Mid-day Correspondent

તેમણે આ ક્લિપને રવિવારે ટ્વિટર પર શૅર કરી હતી અને ત્યારથી એને સાડાસાત લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. 

ઉત્તરાખંડમાં સ્થિત હિમાલય પર સૌથી ઊંચું શિવ મંદિર(ડાબે) હિમાચલ પ્રદેશમાં સ્પીતિ વૅલીનું દૃશ્ય (જમણે)

નૉર્વેના ડિપ્લોમેટ એરિક સોલ્હેઇમે અદ્વિતીય ભારતની સુંદરતા રજૂ કરી છે. તેમણે હિમાલય પર સૌથી ઊંચા શિવ મંદિરનો અદ્ભુત ડ્રોન-વિડિયો શૅર કર્યો છે. તેમણે આ ક્લિપને રવિવારે ટ્વિટર પર શૅર કરી હતી અને ત્યારથી એને સાડાસાત લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. 

ડિપ્લોમેટે આ પોસ્ટ સાથે કૅપ્શન લખી હતી, ‘અદ્વિતીય ભારત! દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએ આવેલું મહાદેવ મંદિર, ૫૦૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. ઉત્તરાખંડ.’ ડિપ્લોમેટ એરિક સોલ્હેઇમ હિમાચલ પ્રદેશની સ્પિતિ વૅલીની સુંદરતાથી પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમણે સ્પિતિના અદ્ભુત ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા અને એની સાથે તેમણે લખ્યું હતું, ‘મંગળ પર રાઇડ. સ્પિતિ હિમાચલ પ્રદેશ, અદ્વિતીય ભારત.’

offbeat news viral videos himalayas uttarakhand