પાળેલા પોપટને પણ સમુદ્રમાં ફેરવી શકાય એવી સબમરીન

09 April, 2026 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉર્થ અમેરિકાના એક માણસને પાણીની અંદર સ્કૂબા ડાઇવિંગ કરવાનો જબરો શોખ હતો. તેને પોતાના પાળેલા પોપટ સાથે પાણીમાં તરવા નીકળવાની ઇચ્છા હતી એટલે ભાઈએ પોપટ માટે એક ટચૂકડી સબમરીન બનાવી દીધી.

પાળેલા પોપટને પણ સમુદ્રમાં ફેરવી શકાય એવી સબમરીન

નૉર્થ અમેરિકાના એક માણસને પાણીની અંદર સ્કૂબા ડાઇવિંગ કરવાનો જબરો શોખ હતો. તેને પોતાના પાળેલા પોપટ સાથે પાણીમાં તરવા નીકળવાની ઇચ્છા હતી એટલે ભાઈએ પોપટ માટે એક ટચૂકડી સબમરીન બનાવી દીધી. આ સબમરીન એક કાચના ટ્રાન્સપરન્ટ કન્ટેનર જેવી હતી જે તે હાથમાં લઈને પાણીમાં ઊતરી શકે. એમાં પોપટ માત્ર બેસી શકે એટલી જગ્યા છે. આ ભાઈએ જાતે જ એની અંદર ઍર પાઇપ, ખાસ વાલ્વ અને ઑક્સિજનની સિસ્ટમ પણ લગાવી હતી જેથી અંદર તાજી હવા સતત જળવાયેલી રહે અને પોપટભાઈને ગૂંગળામણ ન થાય. સબમરીન બૅલૅન્સ રાખીને પાણીમાં તરી શકે એ માટે એમાં થોડુંક જ વજન અને નાની ટૅન્ક લગાવવામાં આવી. સબમરીનમાં પોપટને લઈને પાણીમાં જતાં પહેલાં તેણે એનું બરાબર ટેસ્ટિંગ કરી લીધું. તેને જ્યારે સંતોષ થયો એટલે બહામાસના દરિયાના એકદમ શાંત પાણીમાં પોપટને સબમરીનમાં બેસાડીને મજાની સેર કરાવી.

united states of america social media viral videos offbeat videos offbeat news