હાયલા! છોકરા-છોકરીઓ પેન્ટ વગર જ ચઢ્યા ટ્રેનમાં, ભૂલવાની બિમારી કે પછી બીજું કંઈ? જાણો

10 January, 2023 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં ડઝન લોકો પેન્ટ પહેર્યા વિના જોવા મળી રહ્યા છે. આ તસવીરો બસ, મેટ્રો અને રસ્તા પરની છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં ડઝન લોકો પેન્ટ પહેર્યા વિના જોવા મળી રહ્યા છે. આ તસવીરો બસ, મેટ્રો અને રસ્તા પરની છે. જેને જોઈ દરેક એ જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ લોકોને થયું છે શું? પેન્ટ પહેર્યા વગર આવી રીતે ઘરેથી કેમ નિકળી ગયા છે? વાસ્તવિકતા એવી છે કે આ તમામ લોકોએ `નો ટ્રાઉર્ઝસ ડે` (No Trousers Day)માં ભાગ લીધો છે. જેનો મતલબ છે પેન્ટ પહેર્યા વગર જ ફરવું. આ દિવસ બ્રિટેન સહિત અનેક દેશોમાં ઉજવવામાં આવે છે અને આ વખતે રવિવારે મનાવવામાં આવ્યો હતો. 

`નો ટ્રાઉર્ઝસ ડે`ની શરૂઆત અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં વર્ષ 2002માં થઈ હતી. આ એક ગ્લોબલ ઈવેન્ટ છે. જોકે કોરોના વાયરસની મહામારી બાદ પહેલી વાર 2023માં આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મહામારીને કારણે આ દિવસ ઉજવવાનું ટાળ્યુ હતું. જોકે, ઠંડીમાં પણ લોકો આ દિવસ ઉજવે છે, અને ઉપર ગરમ કપડા પહેરે છે. 

નો ટ્રાઉઝર્સ ડેમાં ભાગ લેનારા લોકોએ લંડનના મુખ્ય રસ્તા પર પરેડ કરી હતી. તેમણે પેન્ટ પહેર્યા વગર જ ટિકિટના મશીનનો ઉપયોગ કર્યો, સ્ટેશનના એસ્કેલેટર્સ પર ચઢ્યા અને એલિઝાબેથ લાઈન પર લટાર પણ મારી.બીબીસી રિપોર્ટ અનુસાર આયોજક ધ સ્ટિફ અપર લિપ સોસાયટીનું કહેવું છે કે આ ઈવેન્ટ પાછળનો ઉદ્દેશ લોકોને હસાવવા અને મજા કરાવવાનો છે.આયોજકોએ લોકોને પણ આ ઈવેન્ટનો હિસ્સો બનવા પ્રોત્સાહિત કર્યા છે. તેમને ફની અંડરવેર પહેરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સાથે સાથે કોઈના પણ ભાવનાને ઠેંસ ના પહોંચે તેની કાળજી લેવાનું પણ કહેવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો: Watch Video: ફ્લાઈટમાં હોબાળાની વધુ એક ઘટના, કપડાં ઉતારી સહયાત્રીને મુક્કા મારવા લાગ્યો શખ્સ

નો ટ્રાઉઝર્સ ડેમાં યુવતીઓ અને પુરુષોની સાથે વડીલો પણ ભાગ લે છે. આ દિવસને નો પેન્ટ્સ ડે પણ કહેવાય છે. તમને એ જાણીને થોડું અજીબ પણ લાગશે કે ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોને એવી રીતે વર્તવાનું કહેવામાં આવ્યું હતું કે તેઓ ખરેખર પેન્ટ પહેરવાનું ભૂલી ગયા છે. કેટલાક લોકો ઓફિસના કપડા અને હાથમાં લૅપટોપ બૅગ સાથે જોવા મળ્યા. 

offbeat news offbeat videos london great britain