માથે ફુટબૉલ રાખીને ૨૫૦ ફુટનો ટાવર ચડી બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

15 September, 2023 08:25 AM IST  |  Abuja | Gujarati Mid-day Correspondent

ટોની જણાવે છે કે મેં આ રેકૉર્ડ પોતાને પડકાર આપવા અને અન્ય લોકોને પ્રેરણા આપવા માટે કર્યો છે

૨૫૦ ફુટના રેડિયો ટાવર પર ૧૫૦ સ્ટેપ્સ ચડવામાં સફળતા મેળવી

ટોની સોલોમને માથે ફુટબૉલ લઈ નાઇજીરિયાના બાયેલ્સામાં ૬૦ કિલોમીટર ચાલવાનો રેકૉર્ડ કર્યા બાદ લોકોએ એના પર સવાલ ઉઠાવ્યા છે, તો તેમને ખોટા સાબિત કરવા ટોનીએ હવે માથે ફુટબૉલ લઈને સૌથી ઊંચો ટાવર ચડવાનો વર્લ્ડ રેકૉર્ડ કરી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સનું ટાઇટલ મેળવવાનું વિચાર્યું હતું. તેણે માથે ફુટબૉલ રાખીને ખૂબ નિપુણતાથી ૨૫૦ ફુટના રેડિયો ટાવર પર ૧૫૦ સ્ટેપ્સ ચડવામાં સફળતા મેળવી હતી.

ટોની જણાવે છે કે મેં આ રેકૉર્ડ પોતાને પડકાર આપવા અને અન્ય લોકોને પ્રેરણા આપવા માટે કર્યો છે. તેણે બે મહિના સુધી ટ્રેઇનિંગમાં ખૂબ પ્રૅક્ટિસ કરી અને જ્યાં સુધી તેને પોતાના પર કૉન્ફિડન્સ ન થયો કે તે હવે નહીં હારે. રેકૉર્ડ દરમ્યાન ટોનીએ સ્ટેપ્સ જોયા વગર જ માત્ર ૧૨:૩૦ મિનિટમાં આ ચડાણ પૂરું કર્યું હતું. રેકૉર્ડ નિહાળતા ટોળાનો ભાગ રહેલો રેડિયો પ્રેઝન્ટર ફિસ જમ્બો જણાવે છે કે હું અચંબિત છું, કારણ કે આવું પહેલાં ક્યારેય કોઈએ કર્યું નથી. ૧૫૦ સ્ટેપ્સ પૂરાં કરી ટોનીએ ફુટબૉલ નીચે ફેંકીને એનો હર્ષ દર્શાવ્યો અને જણાવ્યું કે ‘આ કોઈ પણ કાળે સરળ નહોતું. હું નાઇજીરિયા ડિફેન્સ બાયેલ્સા સ્ટેટ કમાન્ડનો આ સુવિધા માટે આભાર માનું છું.’

nigeria guinness book of world records offbeat news international news world news