08 May, 2025 10:18 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
નાશિકમાં થયેલાં લગ્નમાં દુલ્હાની સજાવટ
લગ્નમાં દુલ્હન અઢળક ઘરેણાં અને ફૂલોથી લદાયેલી હોય છે, પણ દુલ્હો બહુ સિમ્પલ લાગતો હોય છે. જોકે નાશિકમાં થયેલાં એક લગ્નમાં દુલ્હાની સજાવટ જોઈને ભલભલા લોકો દંગ રહી ગયા હતા. આટલાં ફૂલોથી લદાઈને તો કદી દુલ્હન પણ તૈયાર નહીં થઈ હોય. નાશિકમાં એક ફૂલવાળાએ દુલ્હાને સજાવવા માટે જે આભૂષણો તૈયાર કરી આપ્યાં છે એ જોઈને અચરજ પમાય એમ છે. નાશિકના એક ફૂલવાળાને એક યુવકે માથા પર બાંધવાનો યુનિક સેહરા બનાવવા કહ્યું હતું, પરંતુ તેણે તો દુલ્હાને એટલો ફૂલોથી લથબથ કરી દીધો કે જાણે તે ચાલતો-ફરતો ગુલદસ્તો હોય એવું લાગે. પહેલાં તે ફૂલોની ચાદરમાંથી શેરવાનીની બાંયો સજાવે છે. એ પછી માથા પર ટોપીની જેમ ફૂલો પહેરાવે છે અને પછી માથે જે સેહરા બાંધે છે એ છાતીસમાણો નહીં પણ આખો પગના ઢીંચણ સુધી લાંબો બનાવ્યો છે. મોં પર ફૂલોનો માસ્ક પણ બનાવ્યો છે. ફૂલોનાં આ આભૂષણો ગુલાબ, મોગરા અને રજનીગંધા જેવાં સુગંધિત ફૂલોથી દુલ્હો જબરો મઘમઘી રહ્યો છે.