09 November, 2026 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની આ છોકરી જીતી
મુંબઈની જિનિયા ચૅટરજીએ એક અનોખી સ્લીપ ઇન્ટર્નશિપ નામની સ્પર્ધા જીતીને ૯.૬ લાખ રૂપિયા અને એક વેકેશન જીત્યાં છે. હોમ અને ફર્નિશિંગ કંપની વેકફિટ દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. એમાં અનેક તબક્કામાં સ્ક્રીનિંગ થયું અને ઇન્ટરવ્યુ પછી માત્ર ૧૦ સ્પર્ધકોને ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા ૬૦ દિવસ સુધી ચાલી હતી. એમાં રોજેરોજ સ્પર્ધકોએ ઊંઘની ગુણવત્તા, નિયમિત સૂવાનો શેડ્યુલ અને જાતજાતના ક્રીએટિવ પડકારો ઉઠાવવાના હતા. સ્લીપ સિનેમા, સ્લીપ બિન્ગો અને અંડરકવર સ્લીપ મિશન જેવાં ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક્સ પણ કરવાનાં હતાં. આ સ્પર્ધામાં મુંબઈની જિનિયા ચૅટરજી બાજી મારી ગઈ હતી અને તે ‘ઇન્ડિયાઝ સ્લીપ ચૅમ્પિયન’નો ખિતાબ જીતી હતી.