હવે તો મુંબઈ પોલીસે પણ ફોલો કર્યો આ સોશિયલ મીડિયા ટ્રેન્ડ! તમે જોયો કે નહીં?

01 December, 2022 03:57 PM IST  |  Mumbai | Karan Negandhi

વાયરલ મ્યુઝિક પર રીલ બનાવી પોલીસે લોકોને સ્કેમર્સથી સાવચેત રહેવાની ચેતવણી આપી

વીડિયો ગ્રેબ

મુંબઈ પોલીસ (Mumbai Police) હંમેશા ટ્રેન્ડને ધ્યાન રાખી યુવાનોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. હવે ફરી એક ટ્રેન્ડ ફોલો કરી મુંબઈ પોલીસે ઑનલાઈન સ્કેમથી બચવાનો એક ઉપાય શૅર કર્યો છે. વાયરલ મ્યુઝિક પર રીલ બનાવી પોલીસે લોકોને સ્કેમર્સથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે.

મુંબઈ પોલીસના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં બે લોકો એકબીજાની સામે ઊભા છે. એક વ્યક્તિ પરનું લખાણ બતાવે છે, "સ્કેમર્સ તમારી પાસે OTP માગે છે." અન્ય વ્યક્તિની બાજુમાં લખવામાં આવ્યું છે, “તમે સ્કેમર્સને તમારો OTP આપો છો.”

રીલ શૅર કરતાં કેપ્શનમાં મુંબઈ પોલીસ તરફથી લખવામાં આવ્યું છે કે, “આ કોઈ `દુવિધા` નથી જેના પર વિચાર કરવો જોઈએ! અમારા પોલીસ કર્મચારીઓ પણ આને મંજૂરી આપતા નથી. તમારી અંગત અથવા બેન્કિંગ માહિતી કોઈની સાથે શૅર કરશો નહીં. સાવચેત રહો.”

શું છે નવો ટ્રેન્ડ

વૅલ નેટિઝન્સને જ્યારે કોઈપણ વસ્તુ ગમી જાય ત્યારે તેઓ તેના પર મીમ્સ અથવા રીલ્સ બનાવવાનું ચૂકતા નથી. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામર્સને કાને આ મ્યુઝિક પડી ગયું છે, જેના પર તેઓ અઢળક રીલ્સ બનાવી રહ્યા છે અને દરરોજ જીવનમાં થતો વિરોધાભાસ દર્શાવી રહ્યા છે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ખૂબ પૈસા કમાવવા માટે બિઝનેસ કરીશું, પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે પૈસા ક્યાંથી લાવીશું? બસ આવી જ વાતોથી કંટાળી લોકો હવે આ રીલ દ્વારા તેને દર્શાવી રહ્યા છે. તમે પણ જુઓ કેટલીક મજેદાર રીલ્સ...

આ રીતે થઈ શરૂઆત

બે મહિના અગાઉ એક સ્પેનિશ એકાઉન્ટ પરથી રીલ શૅર કરવામાં આવી હતી, જેમાં આ મ્યુઝિક વપરાયું હતું. વીડિયોમાં એક કાર્ટૂન કેરેક્ટર સાંતાક્લોઝને જોઈને ડાન્સ કરી રહ્યું છે. રીલમાં સ્પેનિશમાં લખ્યું છે કે “જ્યારે ક્રિસમસને માત્ર 100 દિવસ બાકી હોય ત્યારે...”.

offbeat news mumbai police