28 October, 2023 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પરિસ્થિતિ ગમે એટલી મુશ્કેલ હોય, પણ ક્રિકેટના મેદાનમાં દિગ્ગજ ધોની બધું જ સરળતાથી મૅનેજ કરે છે. જોકે એવું લાગે છે કે આ ફક્ત ક્રિકેટના ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. રિયલ લાઇફમાં ધોની રિલેશનશિપની સલાહ આપવામાં પણ ખૂબ સારો લાગે છે. આવો જ એક નવો વિડિયો જે હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. ધોનીએ એક ઇવેન્ટમાં હાજરી આપી ત્યારે ટૉપિક્સ પર વાત કરી હતી. આ ઇવેન્ટમાં ધોનીએ બૅચલર્સને લગ્નની સલાહ પણ આપી હતી. એ દરમિયાન તેણે યુવાનોમાં કૉમન હોય એવી એક ગેરસમજ દૂર કરી હતી. ધોનીએ કહ્યું કે ‘જો તમને કોઈ મળી ગયું છે જેની સાથે તમે ખુશ છો તો તમારે ખરેખર તે વ્યક્તિ સાથે લગ્ન કરી લેવાં જોઈએ. અહીં જે બૅચલર્સ છે, જેમની ગર્લફ્રેન્ડ છે, હું તેમની એક ગેરસમજ દૂર કરવા માગું છું. ક્યારેય એવું ન વિચારતા કે મારીવાળી અલગ છે.’
ધોનીનું આ સ્ટેટમેન્ટ સાંભળીને લોકો ઘણા જોરથી ચિયર કરવા લાગ્યા હતા. અપલોડ થયા બાદથી આ વિડિયો પાંચ લાખથી વધુ વ્યુ સાથે વાઇરલ થયો છે. એક એક્સ યુઝરે કમેન્ટ કરી કે ‘પહેલાં તે યુવાનોને લગ્ન કરવાનું કહે છે અને પછી તે સમજાવે છે કે તેમણે શા માટે બે વાર વિચારવું જોઈએ.’