મધ્ય પ્રદેશમાં ટીચરે બ્લૅકબોર્ડ પર જવાબ લખ્યા, પરીક્ષાખંડનો વિડિયો વાઇરલ થતાં ટીચર સસ્પેન્ડ

01 March, 2025 07:01 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પ્રાથમિક સ્કૂલની આ ટીચરે તમામ સવાલોના જવાબ બ્લૅકબોર્ડ પર લખી દીધા હતા. આને કારણે સ્ટુડન્ટ્સ આસાનીથી જવાબ લખી શકતા હતા.

ગણિતની પરીક્ષા વખતે સ્ટુડન્ટ્સને માસ-કૉપી કરાવવા સંગીતા વિશ્વકર્મા નામની એક ટીચરે બ્લૅકબોર્ડ પર તમામ પ્રશ્નોના જવાબ લખ્યા હતા.

મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં ગણિતની પરીક્ષા વખતે સ્ટુડન્ટ્સને માસ-કૉપી કરાવવા સંગીતા વિશ્વકર્મા નામની એક ટીચરે બ્લૅકબોર્ડ પર તમામ પ્રશ્નોના જવાબ લખ્યા હતા. આ જવાબ લખવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં શિક્ષણ વિભાગે ગંભીર નોંધ લીધી હતી અને ટીચરને સસ્પેન્ડ કરી દીધી હતી. પ્રાથમિક સ્કૂલની આ ટીચરે તમામ સવાલોના જવાબ બ્લૅકબોર્ડ પર લખી દીધા હતા. આને કારણે સ્ટુડન્ટ્સ આસાનીથી જવાબ લખી શકતા હતા.

૨૫ ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી અને મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગ અને બેતુલના કલેક્ટર નરેન્દ્ર કુમાર સૂર્યવંશીએ આ બાબતની ગંભીરતા જોઈને તપાસનો આદેશ આપ્યો છે.

madhya pradesh Education viral videos social media national news news offbeat news