15 August, 2025 09:07 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
મૂનબો
માર્ક હૅમ નામના ફોટોગ્રાફરે ખેંચેલી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એમાં ચંદ્રની આજુબાજુ એક સુંદર અને મનમોહક મેઘધનુષ રચાયેલું જોવા મળે છે. મૂન અને રેનબોનું અનોખું સંયોજન એટલે મૂનબો. આકાશમાં ચંદ્ર પણ દેખાય, થોડુંક અજવાળું પણ હોય અને સાથે મોસમને કારણે મેઘધનુષ પણ રચાયેલું હોય એવો અનોખો સંગમ રૅરેસ્ટ ઑફ રૅર જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મૂનબો ત્યારે જ દેખાય છે જ્યારે આકાશમાં ઉજાશ હોય અને છતાં ચંદ્ર ચોખ્ખો દેખાતો હોય.