જૅકેટ ઉતારીને મૉન્ગોલિયાના રાષ્ટ્રપતિએ માર્યા ૧૦૦ કિલોના ૨૦ બેન્ચ-પ્રેસ

13 September, 2026 02:51 PM IST  |  Ulaanbaatar | Gujarati Mid-day Correspondent

મૉન્ગોલિયાના રાષ્ટ્રપતિ ઉખનાગીન ખુરેલસુખનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ મિલિટરી યુનિટની મુલાકાત વખતે સૂટ-બૂટમાં ૧૦૦ કિલો વજન સાથે ૨૦ વખત બેન્ચ-પ્રેસ કરતા જોવા મળે છે. ખુરેલસુખ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી પણ છે.

મૉન્ગોલિયાના રાષ્ટ્રપતિએ માર્યા ૧૦૦ કિલોના ૨૦ બેન્ચ-પ્રેસ

કોઈ રાષ્ટ્રના વડા માટે આપણા મનમાં છાપ હોય કે તે સિરિયસ કે ઠાવકા હોય, પણ મૉન્ગોલિયાના ૫૮ વર્ષના રાષ્ટ્રપતિ ઉખનાગીન ખુરેલસુખનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તેઓ એક મિલિટરી યુનિટની મુલાકાત દરમ્યાન સૂટ-બૂટમાં જ ૧૦૦  કિલો વજન સાથે ૨૦ વખત બેન્ચ-પ્રેસ કરતા જોવા મળે છે.
વાઇરલ વિડિયોમાં જોવા મળે છે કે ખુરેલસુખ અધિકારીઓ અને સૈનિકોની વચ્ચે ઊભા છે, પછી તેઓ પોતાનું જૅકેટ ઉતારે છે, બેન્ચ પર સૂઈ જાય છે અને કોઈ પણ જિમ-ગિઅર વિના સહજતાથી વજન ઊંચકે છે. સેટ પૂરો કર્યા બાદ તેઓ ઊભા થઈ સૌ સાથે હાથ મિલાવે છે અને ફરી જૅકેટ પહેરી લે છે.
ખુરેલસુખ વર્ષ ૨૦૨૧થી મૉન્ગોલિયાના છઠ્ઠા રાષ્ટ્રપતિ છે. તેઓ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી છે અને ૧૯૮૫થી ૧૯૯૦ સુધી મૉન્ગોલિયા પીપલ્સ આર્મીમાં સેવા આપી ચૂક્યા છે. તેમની 
બૉડી-બિલ્ડિંગ અને માર્શલ આર્ટ્‍સની પૃષ્ઠભૂમિ છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે તેઓ મૉન્ગોલિયામાં હાર્લી ડેવિડસન ફૅન ક્લબના સ્થાપક છે અને એક રૉક બૅન્ડમાં ગિટાર વગાડે છે.

world news viral videos social media social networking site offbeat news hatke news