28 September, 2026 01:46 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સારા જેન હો
નેટફ્લિક્સ પર પ્રસારિત થતા ‘માઇન્ડ યૉર મૅનર્સ’ નામના શોની હોસ્ટ સારા જેન હો ઇન્ટિમેટ કૅર સૉલ્યુશન્સ આપતી કંપનીની કો-ફાઉન્ડર પણ છે. કૅલિફૉર્નિયાના સૌથી મોટા શહેર લૉસ ઍન્જલસમાં રહેતી સારાએ તાજેતરમાં પોતાના દીકરાને સુવડાવવાની ટ્રિક શૅર કરી હતી. તે કહે છે, ‘જ્યારે પણ મારો દીકરો ચીડચીડિયો થઈ જાય, રડારોળ કરે કે પછી ઉધામા કરે તો હું હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દઉં છું. એ સાંભળીને દીકરો તરત શાંત થઈ જાય છે અને બે જ મિનિટમાં સૂઈ પણ જાય છે.’