બિહારનો ધ ગ્રેટ ખલી: ઊંચાઈ સાત ફુટ બે ઇંચ અને વજન ૧૪૦ કિલો

14 August, 2024 02:41 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

હિમાંશુ નૉર્મલ માણસ જેટલું જ ખાય છે. ૪-૫ રોટલી અને બે-ત્રણ ચમચી ભાત ખાય છે છતાં તેનું વજન વધારે છે.

બાવીસ વર્ષનો હિમાંશુ સિંહા

બાવીસ વર્ષનો હિમાંશુ સિંહા નામનો યુવક બિહારના ‘ધ ગ્રેટ ખલી’ના ઉપનામથી જાણીતો છે. કારણ તેની હાઇટ ખલી જેટલી છે. હિમાંશુ ‌બિહારનો સૌથી ઊંચો માણસ છે અને તેની હાઇટ સાત ફુટ બે ઇંચ છે. તે બાવીસ વર્ષનો છે અને તેનું વજન ૧૪૦ કિલો છે. હિમાંશુ નૉર્મલ માણસ જેટલું જ ખાય છે. ૪-૫ રોટલી અને બે-ત્રણ ચમચી ભાત ખાય છે છતાં તેનું વજન વધારે છે. અલબત્ત, એની પાછળ તેની હાઇટ પણ જવાબદાર છે. હિમાંશુને કપડાંલતાં અને શૂઝની ખરીદીમાં બહુ તકલીફ પડે છે, કેમ કે તેને કશું જ રેડીમેડ મળતું નથી. બધું જ પોતાના માપ મુજબ બનાવડાવવું પડે છે. જોકે એનાથી તેને વાંધો નથી. હાઇટના બીજા ઘણા ફાયદા છે. ઊંચાઈને કારણે તે ઝુંડમાં અલગ તરી આવતો હોવાથી લોકો તેની સાથે સેલ્ફી લે છે એ તેને બહુ ગમે છે. જોકે ઘરમાં પણ તેને બહુ તકલીફ પડે છે. ઘરમાં એન્ટ્રી મારવાના દરવાજામાં જ તેનું માથું ભટકાયા કરે છે. ભણવાની સાથે હવે હિમાંશુને પણ ખલીની જેમ રેસલિંગ કરવું છે અને તે વૉલીબૉલનો અચ્છો પ્લેયર છે.

bihar offbeat news health tips national news patna