બોનેટવાળું ટીવી શેલ્ફ

15 May, 2023 02:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આનંદ મહિન્દ્રના ટ્વીટને ૧૮,૦૦૦ લાઇક્સ મળી છે તેમ જ ટ‍્વિટર યુઝર્સે એના પર પોતાની ટિપ્પણી પણ લખી છે.

બોનેટવાળું ટીવી શેલ્ફ

અગ્રણી બિઝનેસમૅન આનંદ મહિન્દ્ર હંમેશાં સારી ચીજો કે જુગાડને પ્રોત્સાહિત કરતા રહે છે. એમાં પણ જો એ ચીજો ઑટોમોબાઇલ સાથે જોડાયેલી હોય તો તેઓ વધુ રોમાંચ અનુભવે છે. હાલમાં આવી જ એક ડિઝાઇન વાઇરલ થઈ છે. આનંદ મહિન્દ્રએ શુક્રવારે એક ટીવી શેલ્ફનો ફોટો શૅર કર્યો હતો, જેના બેઝ તરીકે જીપનું બોનેટ છે. ફોટો શૅર કરીને આનંદ મહિન્દ્રએ આભાર માનવાની સાથે પોતાની ખુશી વ્યક્ત કરી છે. આનંદ મહિન્દ્રના ટ્વીટને ૧૮,૦૦૦ લાઇક્સ મળી છે તેમ જ ટ‍્વિટર યુઝર્સે એના પર પોતાની ટિપ્પણી પણ લખી છે. એક યુઝરે આ કલાત્મકતાની પ્રશંસા કરવાની સાથે એની સફાઈ કરનારને પડતી મુશ્કેલીની પણ કલ્પના કરી છે. 

offbeat news national news new delhi anand mahindra