નાના ભાઈને ફસાવવા માટે યુવકે ખુદને ગોળી મારી, પણ આખરે ભાંડો ફૂટી ગયો

06 May, 2026 04:37 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બુલંદશહર પાસે ધરારી ગામમાં એક ભાઈએ નાના ભાઈને ફસાવવા માટે જબરો કારસો રચ્યો. તેણે નાના ભાઈએ તેની પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરો લગાવ્યો હતો. તેને પગમાં ગોળી વાગી હતી અને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

નાના ભાઈને ફસાવવા માટે યુવકે ખુદને ગોળી મારી, પણ આખરે ભાંડો ફૂટી ગયો

ઉત્તર પ્રદેશના બુલંદશહર પાસે ધરારી ગામમાં એક ભાઈએ નાના ભાઈને ફસાવવા માટે જબરો કારસો રચ્યો. તેણે નાના ભાઈએ તેની પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરો લગાવ્યો હતો. તેને પગમાં ગોળી વાગી હતી અને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પોલીસને જ્યારે આ ઘટનાની માહિતી મળી ત્યારે તેમણે પ્રાથમિક તપાસ કરતાં ખબર પડી હતી કે બે ભાઈઓ વચ્ચે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આમ તો મોટાભાઈએ આરોપ લગાવ્યો હતો કે નાના ભાઈએ તેને પગમાં ગોળી મારી હતી. જોકે આ ઘટના જ્યારે ઘટી ત્યારે દૂરથી કોઈકે આ ઘટનાનો વિડિયો બનાવી લીધો હતો જેને કારણે આ ઘટનામાં નાના ભાઈએ કંઈ જ નહોતું કર્યું એ બહાર આવ્યું હતું. મોટા ભાઈએ જાતે જ પોતાના પગે ગોળી મારીને આરોપ નાના ભાઈ પર થોપી દીધો હતો. મોટો ભાઈ સોમવારે સાંજે નાના ભાઈને ઘરે ગયો હતો અને હાથમાં તમંચો હતો. તે આમ-તે તમંચો લહેરાવીને ગોળી મારવાની ધમકી આપી રહ્યો હતો અને સાથે ગાળાગાળી પણ કરી રહ્યો હતો. થોડીક વાર પછી તેણે જાતે જ પોતાના પગે ગોળી મારી દીધી. કોઈ ત્રીજી જ વ્યક્તિએ લીધેલા આ વિડિયોએ નાના ભાઈને મોટી મુસીબતમાંથી બચાવી લીધો હતો. 

uttar pradesh offbeat news Crime News viral videos national news