બદલો લેવા માટે ૧૫ વર્ષથી માત્ર પોલીસને ત્યાં જ ચોરી કરતો હતો આ યુવાન

16 February, 2026 02:44 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના ખંડવામાં ૨૯ વર્ષનો દીપેશ ઉર્ફે દીપેન્દ્ર ચોરી કરતાં પકડાયો હતો. તેણે ખંડવામાં એક કૉન્સ્ટેબલના ઘરમાં ચોરી કરી હતી. આ તેની પહેલી ચોરી નહોતી. આ પહેલાં પણ તે ઘણી ચોરીઓ કરી ચૂક્યો છે અને એ પણ માત્ર પોલીસવાળાઓના ઘરે જ.

બદલો લેવા માટે ૧૫ વર્ષથી માત્ર પોલીસને ત્યાં જ ચોરી કરતો હતો આ યુવાન

મધ્ય પ્રદેશના ખંડવામાં ૨૯ વર્ષનો દીપેશ ઉર્ફે દીપેન્દ્ર ચોરી કરતાં પકડાયો હતો. તેણે ખંડવામાં એક કૉન્સ્ટેબલના ઘરમાં ચોરી કરી હતી. આ તેની પહેલી ચોરી નહોતી. આ પહેલાં પણ તે ઘણી ચોરીઓ કરી ચૂક્યો છે અને એ પણ માત્ર પોલીસવાળાઓના ઘરે જ. ૧૧ ફેબ્રુઆરીએ અરેસ્ટ થયેલા દીપેશ પાસેથી લગભગ પાંચ લાખ રૂપિયાની કૅશ અને સોના-ચાંદીનાં ઘરેણાં મળ્યાં હતાં. દીપેશે પોલીસને કહ્યું હતું કે તે ૧૪ વર્ષની ઉંમરથી ચોરી કરે છે અને તે માત્ર પોલીસથી બદલો લેવા માટે તેમના જ ઘરે ચોરી કરે છે. આવું કેમ? એના જવાબમાં દીપેશ કહે છે, ‘૧૫ વર્ષ પહેલાં એક પોલીસવાળાએ મને પીટ્યો હતો. એ વખતે મારો કોઈ વાંક નહોતો છતાં મને ઢોર માર મારવામાં આવ્યો હતો. બસ, ત્યારથી મેં પોલીસવાળાઓને જ નિશાન બનાવવાનું નક્કી કર્યું. પહેલાં હું પોલીસોનાં ક્વૉર્ટર્સમાં ફેરીવાળો બનીને શાકભાજી વેચવાના બહાને રેકી કરું છું અને પછી રાતે ચોરી કરું છું.’

offbeat news madhya pradesh Crime News national news india