મલેશિયાની રેસ્ટોરાંએ પાપડને નામ આપ્યું એશિયન નાચોઝ

25 January, 2023 12:33 PM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટે ૭૨૦૦ લાઇક્સ અને ૪,૩૭,૦૦૦ વ્યૂઝ મેળવ્યાં છે.

એશિયન નચોસ

મલેશિયાની એક રેસ્ટોરાંની સોશ્યલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. એનું કારણ એ છે કે આ રેસ્ટોરાં પૉપ્યુલર ઇન્ડિયન ફૂડ આઇટમ પાપડને એશિયન નાચોઝના નામે વેચી રહી છે. સામંથા નામની એક યુઝરે ટ્વિટર પર મેનુનો એક ફોટોગ્રાફ શૅર કરીને આ વાત જણાવી હતી. આ ઇમેજમાં એક પ્લેટમાં પાપડ અને આ પાપડને ડુબાડીને ખાવા માટેની એક વાનગી જોવા મળી હતી. એની સાથે માહિતી આપવામાં આવી હતી કે આ ડિશ પાપડમ, એવોકૅડો, ટેમરિન્ડ સાલસા અને ક્રિસ્પી શેલોટ્સની બનેલી છે. આ પોસ્ટે ૭૨૦૦ લાઇક્સ અને ૪,૩૭,૦૦૦ વ્યૂઝ મેળવ્યાં છે. આ રેસ્ટોરાંની સાઇટ અનુસાર આ ‘એશિયન નાચોઝ’ની કિંમત ૨૫ મલેશિયન રિન્ગિટ્સ એટલે કે અંદાજે ૫૦૦ રૂપિયા છે. 

offbeat news viral videos indian food international news malaysia asia