લિવ-ઇન પાર્ટનર અને તેની દીકરીની હત્યા કરીને લિપસ્ટિકથી દીવાલ પર ગુનાની કબૂલાત લખી

24 July, 2025 02:46 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પતિથી છૂટી થયા બાદ રામસખી અનુજ સાથે છેલ્લા થોડા મહિનાઓથી રહેતી હતી. તેમની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા, પણ આવો કરુણ અંજામ આવશે એની પાડોશીઓને પણ ખબર નહોતી

લિપસ્ટિકથી દીવાલ પર ગુનાની કબૂલાત લખી

મધ્ય પ્રદેશના વિદિશાના એક ગામમાં રાજા ઉર્ફે અનુજ વિશ્વકર્માએ તેની ૩૬ વર્ષની લિવ-ઇન પાર્ટનર રામસખી કુશવાહા અને તેની ત્રણ વર્ષની પુત્રી માનવીની ગળું દબાવીને હત્યા કરી હતી. અનુજ આખી રાત બન્ને મૃતદેહોની બાજુમાં બેસી રહ્યો હતો અને પછી દીવાલ પર લિપસ્ટિકથી કબૂલાત લખી હતી જેમાં લખ્યું હતું કે ‘મેં તેને મારી નાખી. તે મારી સાથે ખોટું બોલી. તેને બીજા કોઈ સાથે સંબંધ હતો.’

હત્યા કર્યા પછી આખી રાત રૂમમાં જે ઠંડી શાંતિ સાથે અનુજ બેસી રહ્યો હતો અને લિપસ્ટિકથી કબૂલાત લખી હતી એનાથી તેની માનસિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ તેની માનસિક સ્થિતિનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છે.

આ કેસ વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘પતિથી છૂટી થયા બાદ રામસખી અનુજ સાથે છેલ્લા થોડા મહિનાઓથી રહેતી હતી. તેમની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા, પણ આવો કરુણ અંજામ આવશે એની પાડોશીઓને પણ ખબર નહોતી.’

madhya pradesh crime news murder case national news news offbeat news social media