પતિ સેલ્ફી નહોતો લેતો એટલે ડિવૉર્સ માગ્યા, તો જજે મંદિરમાં જઈને સેલ્ફી લેવાનો આદેશ આપ્યો

18 December, 2024 01:43 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના મંદસૌરમાં એક અજીબોગરીબ છૂટાછેડાના કેસમાં સિવિલ કોર્ટના જજ ગંગાચરણ દુબેએ મધ્યસ્થી કરીને એક પરિવારને છૂટો પડતો બચાવી લીધો હતો.

પાયલ નામની મહિલાના મહેન્દ્ર નામના યુવક

મધ્ય પ્રદેશના મંદસૌરમાં એક અજીબોગરીબ છૂટાછેડાના કેસમાં સિવિલ કોર્ટના જજ ગંગાચરણ દુબેએ મધ્યસ્થી કરીને એક પરિવારને છૂટો પડતો બચાવી લીધો હતો. વાત એમ છે કે ૨૦૨૦માં પાયલ નામની મહિલાના મહેન્દ્ર નામના યુવક સાથે લગ્ન થયાં હતાં. પાયલ લગ્ન પછી થોડા દિવસ સાસરે રહીને પિયર જતી રહી હતી. ચાર વર્ષથી તે પિયરમાં જ રહેતી હતી અને છેવટે તેણે છૂટાછેડા માટે અરજી કરીને ભરણપોષણ માગ્યું હતું. સિવિલ કોર્ટના જજ ગંગાચરણ દુબેએ પાયલને છૂટાછેડા કેમ લેવા છે એનું કારણ જાણ્યું તો ખબર પડી કે પતિ તેની સાથે સેલ્ફી લેતો ન હોવાથી તેને ગમતું નથી. જજે પણ મહેન્દ્રને આદેશ આપ્યો કે પતિ-પત્નીએ પશુપતિનાથના મંદિરે સાથે જવું અને ત્યાં ભગવાનની સાક્ષીએ સેલ્ફી લેવો અને કોર્ટમાં જમા કરાવવો. પતિ-પત્નીએ એમ કર્યું અને તેમનાં લગ્ન તૂટતાં બચી ગયાં. 

madhya pradesh national news news offbeat news india