08 October, 2025 01:08 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશમાં રમટાપુર ગામની એક મહિલા પતિથી અલગ થઈને બીજે ભાડાના મકાનમાં રહેતી હતી. જોકે એક વાર તે કામસર પોતાનો પતિ જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં જઈ રહી હતી. એ વખતે પતિ પણ તેની પાછળ પીછો કરતો પહોંચી ગયો હતો. તેણે રસ્તામાં જ પત્ની સાથે ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું. પત્નીએ વિરોધ કર્યો તો ગુસ્સે ભરાઈને પતિએ તેનું ગળું પકડી લીધું અને બીજા હાથે ચાકુથી નાક પર વાર કરીને કાપી નાખ્યું. એ પછી પતિ ત્યાંથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે કેસ નોંધીને તેને સારવાર માટે હૉસ્પિટલમાં ભરતી કરી હતી. પત્નીએ ફરિયાદ કરી હતી કે પતિ શંકાશીલ હોવાથી તેણે અલગ રહેવાનું નક્કી કરેલું. ફરાર પતિની પોલીસ શોધ કરી રહી છે.