23 March, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઇકલ
જેની પાસે કાર લેવાના પૈસા ન હોય તે ટૂ-વ્હીલર વસાવે અને જેની પાસે એના પણ પૈસા ન હોય તે સાઇકલ પર ફરે. જૂના જમાનામાં આવું થતું, પરંતુ હવે સાઇકલ ચલાવવાનું પણ ન પોસાય એટલી મોંઘવારી વધી ગઈ છે. એમાં લક્ઝરી કાર કંપની બુગાટીએ સાઇકલમાં પણ લક્ઝરી સેગમેન્ટની શરૂઆત કરી છે. બુગાટી ફૅક્ટર વન નામની આ લક્ઝરી સાઇકલની કિંમત ૨૮ લાખ રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે આ લિમિટેડ એડિશન સાઇકલ છે જેના માત્ર ૨૫૦ યુનિટ જ બનાવવામાં આવશે. આ માત્ર સાઇકલ નહીં, કલેક્શન આઇટમ છે. સાઇકલ હોવા છતાં આટલી મોંઘી કેમ? એવો જો સવાલ થતો હોય તો એનું કારણ છે એની બનાવટ. આ સાઇકલમાં સામેથી આવતા પવનની ઇમ્પૅક્ટ ઘટાડવા માટે ઍરોડાઇનૅમિક રચના કરવામાં આવી છે અને એનું બૉડી હલકું રાખવા માટે કાર્બન ફાઇબર બૉડી છે. બુગાડીની ફ્રેચ રેસિંગ બ્લુ કાર સાથે એનો લુક મળતો આવે છે. આ કાર એવા લોકો માટે છે જે લોકો સુપરકારના શોખીન છે અને લક્ઝરી વાહનોનું કલેક્શન કરવા માગે છે.