અગ્નિ સંસ્કારની હતી તૈયારી, અર્થીમાંથી ઉભા થઈ મૃત યુવકે માગ્યું...

15 July, 2019 04:05 PM IST  |  લખનઉ

અગ્નિ સંસ્કારની હતી તૈયારી, અર્થીમાંથી ઉભા થઈ મૃત યુવકે માગ્યું...

ઘટના ચોંકાવનારી છે, પરંતુ સત્ય છે. વાત છે લખનઉનીં જ્યાં હોસ્પિટલમાં ડોક્ટર્સે એક યુવકને મૃત જાહેર કરી દીધો હતો. પરિવાર તેના મૃત્યુનો શોક મનાવી રહ્યો હતો, સાંત્વના આપવા લોકો ભેગા થઈ રહ્યા હતા, પરંતુ ચાર કલાક બાદ અચાનક આ યુવકે આંખો ખોલી અને ઈશારાથી પાણી માગ્યુ અને પીધું પણ ખરું. આ જોઈને લોકો ચોંકી ઉઠ્યા. આ ઘટના બનવાની સાથે જ ફરીવાર યુવકને બલરામપુર હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ફરી ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

ઘટના કંઈક એવી છે કે અમીનાબાદના 28 વર્ષના યુવક સંજયપુત્ર ગુરુપ્રસાદની તબિયત ખરાબ હતી. તેને ડોક્ટર પાસે લઈ જવાયો, તો ડોક્ટરોએ કમળો હોવાનું કહ્યું. ચાર-પાંચ દિવસ ઈલાજ ચાલ્યો, પરંતુ કોઈ સુધારો ન થયો. આખરે શનિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. મૃતકની બહેન રજનીના કહેવા પ્રમાણે સંજયને 10 વાગે દાખલ કરાયો અને રવિવારે સવારે છ વાગે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પરિવાર મૃતદેહ લઈને ઘરે આવ્યો. સગાસંબંધીઓની રાહ જોવાઈ રહી હતી, આડોશપાડોશના લોકો ભેગા થઈ રહ્યા હતા. અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી હતી. અર્થી પણ તૈયાર હતી.

જો કે સવારના 10 વાગે અચાનક મૃતકના શરીરમાં હરકત થઈ. થોડીવારમાં મૃતક યુવકે આંખો ખોલી. આ જોઈને આસપાસના તમામ લોકો ચોંકી ઉઠ્યા. સંજયે ઈશારાથી પાણી માગ્યું. ઘરમાંથી એક કપ પાણી લઈને તેને પીવડાવવામાં આવ્યું. સંજય જીવતો થયો તો ઘરના લોકો તેને બલરામપુર હોસ્પિટલ લઈ ગયા. ઈમરન્જસીમાં લોકો 11 વાગીને 10 મિનિટે પહોંચ્યાં પરંતુ ડોક્ટરોએ સંજયને મૃત જાહેર કરી દીધો.

આ પણ વાંચોઃ ACના અવાજથી કંટાળેલા ભાઈએ એસી ખોલ્યું તો, નીકળ્યા ગૂંચળું વળેલા 5 સાપ

સંજયના પરિવારજનોના કહેવા પ્રમામે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કર્યા બાદ સંજયના શરીરને સફેદ કપડાથી ઢાંકી દેવાયું. જો કે આ દરમિયાન તેના શરીરમાંથી પસરેવો નીકળી રહ્યો હતો. તેણે જ્યારે આંખો ખોલી તો બદા જ ચોંકી ઉઠ્યા અને અંતિમ સંસ્કાર માટે લઈ જવાના બદલે બલરામપુર હોસ્પિટલ લઈ ગયા.

national news hatke news offbeat news