09 June, 2025 01:14 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
નેહા નામની એક યુવતી, રાજા રામ
બિહારના અરરિયામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. નેહા નામની એક યુવતીનું સુમંત નામના યુવક સાથે ઘણા સમયથી પ્રેમપ્રકરણ ચાલુ હતું. સુમંતની મમ્મી પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. સુમંત કંઈ કમાતો નહોતો અને બેરોજગાર હતો. પ્રેમ દરમ્યાન નેહાએ સુમંતને અનેક વાર કોઈ ઢંગનું કામકાજ શોધી લેવા માટે સમજાવ્યો હતો, પણ તે માનતો જ નહોતો. એમ છતાં નેહા લગ્ન કરવા માટે રાજી હતી. જોકે કહાણીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે લગ્નની વાત સુમંતના ઘરે પહોંચી. સુમંત સાથે લગ્ન કરવા માટે જ્યારે નેહા તેના પપ્પા રાજા રામને મળી ત્યારે બન્નેને પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો. રાજા રામ સરકારી નોકરી પણ કરતા હતા અને સેટલ હતા. થોડા જ દિવસોમાં નેહાએ નક્કી કરી લીધું કે બેરોજગાર સુમંત સાથે નહીં પણ તેના સરકારી નોકરી કરતા પિતા રાજા રામ સાથે તે લગ્ન કરશે. બન્નેએ લગ્ન પણ કરી લીધાં. હવે તે પોતાના જ એક્સ-બૉયફ્રેન્ડની મમ્મી બની ગઈ છે. સોશ્યલ મીડિયા પર નેહાની આ દૂરંદેશી પર લોકો કટાક્ષ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે હવે સરકારી નોકરિયાતની પત્ની હોવાથી પતિના મર્યા પછી તે જિંદગીભર પતિનું પેન્શન મેળવશે અને મજા કરશે.