30 November, 2022 10:32 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ખેતરમાં એક માણસ તેનો ફોન ચેક કરી રહ્યો છે અને એવામાં એક સિંહ તેની નજીકથી પસાર થઈને પાસે બેસેલા બીજા સિંહ પાસે જાય છે.
ગુજરાતના ગીરમાં સિંહો અને માણસોનું સહઅસ્તિત્વ સૌકોઈને આશ્ચર્યમાં મૂકે છે. હવે ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઑફિસર સુસંતા નંદાએ ગીરમાં શૂટ કરવામાં આવેલી એક ક્લિપને ટ્વિટર પર શૅર કરી છે, જેમાં જોવા મળ્યું હતું કે એક ખેતરમાં એક માણસ તેનો ફોન ચેક કરી રહ્યો છે અને એવામાં એક સિંહ તેની નજીકથી પસાર થઈને પાસે બેસેલા બીજા સિંહ પાસે જાય છે. એના વિડિયોને બીજા એક માણસે કૅપ્ચર કર્યો હોવાનું જણાય છે. મજેદાર વાત એ છે કે સિંહની હાજરી હોવા છતાં આ વિડિયોમાં જોવા મળતો માણસ ડરીને ભાગી જતો નથી કે ન તો સિંહ તેના પર હુમલો કરે છે. આ ક્લિપને રવિવારે સાંજે પોસ્ટ કરવામાં આવી હતી અને ત્યારથી એણે એક લાખથી વધારે વ્યુઝ મેળવ્યા છે.