લાબુબુ ડૉલનો ક્રેઝ ચરમસીમાએ : ૪ ફુટની ગુડિયા વેચાઈ ૧.૨૭ કરોડમાં

15 June, 2025 11:04 AM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

એક્ઝિબિશન-કમ-ઑક્શનમાં લગભગ ૪૮ આઇટમો મૂકવામાં આવી હતી. એમાં ૨૦૦ ખરીદદારોએ ભાગ લીધો હતો. અહીં સવા કરોડની ઢીંગલીની સાથે કુલ ૩.૯ કરોડ રૂપિયાની લાબુબુ ડૉલ્સ વેચાઈ હતી.

લાબુબુ નામની મૉન્સ્ટર શેપની ઢીંગલી

કૅસિંગ લંગ નામના હૉન્ગકૉન્ગના આર્ટિસ્ટે ક્રીએટ કરેલી લાબુબુ નામની મૉન્સ્ટર શેપની ઢીંગલીઓ આજકાલ ખૂબ વાઇરલ થઈ છે. મૂળે આ ડૉલ્સને પૉપ માર્ટ નામની કંપનીએ માર્કેટમાં મૂકી હતી જે વિશ્વભરમાં બ્લાઇન્ડ બૉક્સ ટૉય્સ તરીકે જાણીતી બની છે. આમ તો આ રમકડાની કિંમત લગભગ ૫૦૦ રૂપિયા જેટલી હોય છે, પરંતુ તાજેતરમાં ચીનની રાજધાની બીજિંગમાં યોન્ગલ ઇન્ટરનૅશનલ ઑક્શન દ્વારા લાબુબુ ડૉલ્સનું ઑક્શન યોજવામાં આવ્યું હતું. એમાં ૪.૪ ઇંચ એટલે કે લગભગ ૧૩૧ સેન્ટિમીટર લાંબી બ્લુ રંગની લગભગ માણસની સાઇઝની એક લાબુબુ ડૉલ ૧.૨૭ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ એક્ઝિબિશન-કમ-ઑક્શનમાં લગભગ ૪૮ આઇટમો મૂકવામાં આવી હતી. એમાં ૨૦૦ ખરીદદારોએ ભાગ લીધો હતો. અહીં સવા કરોડની ઢીંગલીની સાથે કુલ ૩.૯ કરોડ રૂપિયાની લાબુબુ ડૉલ્સ વેચાઈ હતી.

hong kong international news news world news offbeat news social media