17 June, 2026 01:23 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
દરેક ફ્લોર પર ચેકરબોર્ડ જેવી પૅટર્ન બનાવી છે
કેરલમમાં હ્યુઝ ઑફ લાઇફ નામનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. મોટા ભાગે મકાન બનાવતી વખતે નેચરનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ આ મકાનના આર્કિટેક્ચરમાં જ કુદરતને વણી લેવામાં આવી છે. એમાં કન્વેન્શનલ બાલ્કનીઓને બદલે હર્યુંભર્યું સ્કાય ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે. દરેક ફ્લોર પર ચેકરબોર્ડ જેવી પૅટર્ન બનાવી છે જેથી આખા બિલ્ડિંગમાં ઍરફ્લો વધુ સારો રહે. સવાલ એ થાય કે હરિયાળીથી ઢંકાઈ ગયેલા આ બિલ્ડિંગમાં રહેતા લોકોના ઘરમાં હવાઉજાશ આવતાં હશે કે નહીં? તો હા, એ માટે જ ચેકરબોર્ડ જેવી પૅટર્નમાં ગાર્ડન ઉગાડવામાં આવ્યું છે. એનાથી દરેક ઘરને હરિયાળી અને ડાયરેક્ટ સનલાઇટ બન્નેનો નજારો સ્પષ્ટ દેખાય છે. એમાં જે વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે એમાં પણ કેરલમની ટ્રૉપિકલ ક્લાઇમેટને ધ્યાનમાં રખાઈ છે. ગરમીમાં ઠંડક અને ઠંડકમાં ગરમાટો આપે એ પ્રકારનું વેન્ટિલેશન આ બિલ્ડિંગની ખાસિયત છે. સસ્ટેનેબલ આર્કિટેક્ચરના સૅમ્પલ સમાન આ બિલ્ડિંગના દરેક ફ્લોરનાં ગાર્ડન્સ જ્યારે સોળે કળાએ ખીલેલાં હોય છે ત્યારે આખું બિલ્ડિંગ જ એમાં છુપાઈ જાય છે.