13 March, 2025 06:56 AM IST | Tumakuru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના ટુમકુરુમાં છોકરીઓનાં અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરતા ૨૫ વર્ષના એન્જિનિયર શરતને પોલીસે ઝડપી લીધો હતો. તેણે ઘણા વિસ્તારમાં આવી ચીજોની ચોરી કરી હતી. નવાઈની વાત એ છે કે છોકરીઓની બ્રા અને પેન્ટી ચોરાઈ જતી હોવા છતાં તેઓ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તૈયાર નથી કારણ કે તેમને શરમ આવી રહી છે. આ એન્જિનિયરને બ્લુ ફિલ્મો જોવાની આદત લાગી હતી અને આવી અશ્લીલ ફિલ્મો જોયા બાદ તથા સ્વિમિંગ કર્યા બાદ તે છોકરીઓનાં અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરતો હતો. ભાડાના ઘરમાં રહેતી છોકરીઓ પણ તેમનાં અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતાં પરેશાન હતી. ગર્લ્સ હૉસ્ટેલમાં રહેતી છોકરીઓએ વૉર્ડનને ફરિયાદ કરી ત્યાર બાદ CCTV (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાનાં ફુટેજ જોવામાં આવતાં ખબર પડી કે એક સ્કૂટી રાત્રે આવે છે અને એના પર આવતો છોકરો ચોરી કરે છે.
આરોપી પોતે એન્જિનિયર છે અને તેનાં મમ્મી-પપ્પા શિક્ષક છે. તેનો મોટો ભાઈ પણ એન્જિનિયર છે. આરોપી શરતને આવી હરકત ફરી નહીં કરે એવી ચેતવણી આપીને જામીન પર છોડવામાં આવ્યો છે.