પત્નીને છોડીને સાસુની પાછળ પાગલ થયો યુવક, બન્નેએ કોર્ટમાં લગ્ન પણ કરી લીધાં

09 June, 2026 12:32 PM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

આ વિડિયો સામે આવતાં પરિવારજનો અને સ્થાનિકોને ચર્ચાનો વિષય મળી ગયો હતો

કાનપુરની એક કોર્ટમાં બન્નેએ લગ્ન કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના એક ગામમાં સાસુ અને જમાઈએ લગ્ન કરી લીધાં હોવાનો કેસ સામે આવ્યો છે. યુવકે પોતાની પત્નીને તેની મમ્મી માટે થઈને છોડી દીધી હતી. નવાઈની વાત એ હતી કે દીકરીની મા પણ દીકરીનું ઘર ઉજાડીને પોતાના જમાઈ સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. કાનપુરની એક કોર્ટમાં બન્નેએ લગ્ન કરીને પોતાના સંબંધોની જાહેરાત કરીને પોતાનાં સગાંસંબંધીઓને આશીર્વાદ આપવા માટે કહ્યું હતું. આ વિડિયો સામે આવતાં પરિવારજનો અને સ્થાનિકોને ચર્ચાનો વિષય મળી ગયો હતો. કહેવાય છે કે યુવકને તેની સાસુ સાથે ઘણા લાંબા સમયથી ચક્કર ચાલતું હતું. બન્ને લપાઈછુપાઈને મળતાં પણ હતાં. જોકે એક તબક્કે તેમણે સમાજની પરવા કર્યા વિના સંબંધોનો જાહેર એકરાર કરી જ લીધો અને લગ્ન પણ કરી લીધાં. જોકે આ પહેલાં યુવકે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા હતા કે નહીં એ બાબતે હજી સ્પષ્ટતા નહોતી. 

kanpur uttar pradesh offbeat news national news news