આ આર્ટ-ટીચર ગાર્ડનના કચરાથી બાળકોને ખુશ કરી દે છે

09 September, 2025 03:03 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

બાળકોમાં ફેમસ કાર્ટૂન કૅરૅક્ટર્સ જેવાં કે પિકાચુ, કિર્બી, વિની ધ પૂ જેવાં પાત્રોના શેપ રોજ કંઈક અલગ રીતે ક્રીએટ કરવામાં આવે છે.

હિરોતાકા હામાસાકી નામના ટીચર ગાર્ડનના કચરાથી બાળકોને ખુશ કરી દે છે

જપાનમાં સ્કૂલમાં આવીને સૌથી પહેલાં પોતાનો ક્લાસ બાળકો અને શિક્ષકો જાતે જ સાફ કરે છે. બાળકોમાં નાનપણથી જ ડિસિપ્લિન આવે એ માટે આ કરવામાં આવે છે, પરંતુ જપાનના નારા શહેરની એક સ્કૂલના આર્ટ-ટીચરે તો સફાઈના આ કામમાં પણ પોતાની આર્ટ ઉમેરી દીધી છે.

હિરોતાકા હામાસાકી નામના ટીચર સ્કૂલના ગ્રાઉન્ડની સફાઈ દરમ્યાન જે સૂકાં પાંદડાં પડ્યાં હોય છે એને સાવ જ કચરામાં ફેંકી દેવાને બદલે એ પાંદડાંમાંથી રોજ કોઈક નવા શેપનું કાર્ટૂન તૈયાર કરે છે. બાળકોમાં ફેમસ કાર્ટૂન કૅરૅક્ટર્સ જેવાં કે પિકાચુ, કિર્બી, વિની ધ પૂ જેવાં પાત્રોના શેપ રોજ કંઈક અલગ રીતે ક્રીએટ કરવામાં આવે છે. હવે તો બાળકો સ્કૂલમાં આવે એટલે તેમને ઉત્સકુતા હોય કે આજે શું ક્રીએટ થશે? કેટલાંક ઉત્સાહી બાળકો પણ અવનવાં પાત્રો રચવા માટે ટીચરને આઇડિયા આપે છે અને એ બનાવવામાં ભાગ લે છે.

japan international news news world news Education social media viral videos offbeat news