જાપાનઃઆ ડૉગી ચલાવે છે શક્કરિયાં વેચવાની દુકાન

31 March, 2019 09:36 AM IST  |  જાપાન

જાપાનઃઆ ડૉગી ચલાવે છે શક્કરિયાં વેચવાની દુકાન

શ્વાન વેચે છે શક્કરિયા!

જપાનમાં એક શૉપ-ઓનર ડૉગીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ શ્વાન હોક્કાઇડોમાં દુકાન પર બેસે છે. આ દુકાનનો માલિક પણ એ ડૉગી જ છે. ભાઈસાહેબનું નામ છે કેન-કેન અને એની દુકાનમાં સ્વીટ પટેટો એટલે કે શક્કરિયાં વેચાય છે. ત્રણ વર્ષના આ ડૉગીભાઈની દુકાન ચલાવવાની રીત પણ અનોખી છે. લાકડાની નાનકડી હાટડી જેવી દુકાનમાં કેન-કેન સેલ્સમૅનની જેમ ઊભો રહી જાય છે. દુકાન પર પાટિયું લગાવેલું છે ‘કેમ કે હું ડૉગી છું એટલે તમને છુટ્ટા પૈસા નહીં આપી શકું.’

આ પણ વાંચોઃપત્નીએ પતિના પાસપોર્ટને ટેલિફોન ડિરેક્ટરી બનાવી દીધી

શક્કરિયાં ખરીદવા ગ્રાહકો દુકાન પર આવે છે, શક્કરિયાં ઉઠાવે છે અને બૉક્સમાં પૈસા નાખે છે. ક્યારેક તો કેટલાક કસ્ટમર્સ કેન-કેન માટે અલગથી પૈસા પણ મૂકીને જાય છે. હાલમાં ટ્વિટર પર કેન-કેનની તસવીરો વાઇરલ થઈ છે. તેનો માલિક આખો દિવસ શહેરમાં ઘૂમે છે અને તેના કામમાં વ્યસ્ત હોય છે જ્યારે કેન-કેન માલ વેચાઈ જાય એટલે દુકાન બંધ કરીને જતો રહે છે. ડૉગીના માલિકની લોકો તારીફ કરે છે કેમ કે સામાન્ય રીતે પાળેલા ડૉગી આમતેમ ઘરમાં ટાઇમપાસ કરતા હોય છે એને બદલે આ ડૉગી આખો દિવસ વ્યસ્ત રહીને માલિક માટે કંઈક કમાણી પણ કરે છે.

offbeat news hatke news japan