Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીએ પતિના પાસપોર્ટને ટેલિફોન ડિરેક્ટરી બનાવી દીધી

પત્નીએ પતિના પાસપોર્ટને ટેલિફોન ડિરેક્ટરી બનાવી દીધી

31 March, 2019 09:31 AM IST | કેરળ

પત્નીએ પતિના પાસપોર્ટને ટેલિફોન ડિરેક્ટરી બનાવી દીધી

પાસપોર્ટ બન્યો ટેલિફોન ડાયરી !

પાસપોર્ટ બન્યો ટેલિફોન ડાયરી !


કેરળમાં એક મહિલાએ જે પરાક્રમ કર્યું એ જોઈને તેનો પતિ હેરાન થઈ ગયો. વાત એમ હતી કે તેને ઘરમાં એક નાનકડી ડાયરી જેવું દેખાયું જેનાં કેટલાંક પાનાં કોરાં હતાં. એ કોરાં પાનાંમાં તેણે સગાંસંબંધીઓના ટેલિફોન-નંબર્સ લખી નાખ્યાં. હજી એક-બે પાનાં બચ્યાં હતાં એમાં તેણે મહિનાના રાશનની ખરીદીનું લિસ્ટ લખી નાખ્યું. જોકે જ્યારે તેના પતિના હાથમાં આ ડાયરી આવી ત્યારે તેના હોશ ઊડી ગયા, કેમ કે આ કોઈ ડાયરી કે નોટબુક નહોતી પણ તેનો ઓરિજિનલ પાસપોર્ટ હતો. પત્ની એવી ભોટ કે તેણે કદી પાસપોર્ટ જોયો જ નહોતો અને તેને એનું મહત્વ પણ નહોતું સમજાતું.

આ પણ વાંચોઃ બે ભાઈઓએ ઘરમાં પાળ્યો છે સિંહ, કારમાં બેસાડીને ફરવા પણ જાય છે



આ ઘટનાનો વિડિયો અને તસવીરો આ મહિલાના દીકરાએ સોશ્યલ મીડિયા પર વાઇરલ કયાર઼્ છે. જોકે આ તસવીરો સાથે નાનકડી સ્પષ્ટતા પણ તેણે લખી છે કે આ પાસપોર્ટ જૂનો હતો અને હવે એ કંઈ કામનો નથી એટલે પપ્પાને ખાસ નુકસાન નથી થયું.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2019 09:31 AM IST | કેરળ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK